હવામાં જે પીગળે એવો સમય બંધાય ના;
અગરજો કાંચ તૂટે એ કદી સંધાય ના
તમારા દિલ મહીં હો શુધ્ધતા મહેકે સદા;
કદી બદબોઇ કો’ની ના કરો ગંધાય ના
અગર રોટી મળે એ પેટનો ખાડો ભરે;
ન જાણ્યું ભુખ મૂકી ક્યાં કદી રંધાય ના
કદી તું કૂદવા સાગર ચહે એવું છતાં;
નથી બજરંગની તાકત કદી લંગાય ના
સરિતા તો સદા વહેતી રહે સાગર તરફ;
અગર જો તું ચહે ધારા કદી ફંટાય ના
સદા જે પ્રેમની ધારા વહે વહેતી રહે
છતાં પણ રોકવા બંધો કદી બંધાય ના
વચન આપી કદી ફરવા તણી આદત નથી;
છતાં ખોટો ‘ધુફારી’ તો કદી બંધાય ના
૦૧–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply