કાં સોણલા કેરા જગતમાં આવતી
વીતી ગયેલી જે પળો કાં લાવતી
છે બાગ પણ મોટો સમય કેરો અહીં
લાવેલ સૌ મીઠી પળો ત્યાં વાવતી
સૌ સાથ સાજીંદા તણાં સંગાથમાં
ગીતો બધા મંજુલ સ્વરે લલકારતી
મેં કેટલી લલના તણી જોઇ છબી
એના મહીં બસ એક તું મન ભાવતી
તું છે “ધુફારી”ની જ તો અભિસારિકા
ગજ ગામિની જેવા કદમથી ચાલતી
૨૦–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply