માણસ મહીં શોધો છતા માણસ કદી મળતા નથી
કે કાંકરામાં શોધતા પારસ કદી મળતા નથી
બસ ડાગલા જેવા જનો જે ચોતરફ દેખાય છે
એ મુઢ જેવા થઇ ગયા ફારસ કદી કરતા નથી
લોકો સદા ચાલ્યા કરે પાછળ ફરી જોતા નથી
બસ કામ તેનો ઇશ છે આળસ કદી કરતા નથી
ત્યાં મોતનો ઓથાર છે એવું કદી જાણ્યા પછી
એ આંધળા થઇ કુદવા સાહસ કદી કરતા નથી
નીડર ‘ધુફારી’ ચાલતા લોકો મહીં દેખાય છે
ચોકો અલગ દેખાડવા આડસ કદી કરતા નથી
૦૭–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply