ભુલનારા છે ઘણા સંભારનારો ઇશ છે
હારનારા છે ઘણા પણ જીતનારો ઇશ છે
આ જગતની નાવમાં મુસાફરો તો છે ઘણા
નાવ કેરો નાખવો હંકારનારો ઇશ છે
ખેંચતાણોમાં ઘણા અટવાય છે પટકાય છે
એ બધા લાંચાર હાથો જાલનારો ઇશ છે
જીંદગી કેરા વમળના નીર ઊંડા હોય છે
એ મહીં અટવાયલા ઉગારનારો ઇશ છે
છે ઘણી વિટંબણાઓ જ્યાં નજર ને ફેરવો
છે’ધુફારી’ને ભરોસો બસ સહારો ઇશ છે
૦૬–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply