ઉર મહીં અરમાન જ્યારે સળવળે;
જિંદગી વિલાય ત્યારે કળ વળે,
આ ‘ધુફારી’ દિલ મહીં ઊભી રહી
લાગણી કાં માંગણી લઇ ટળવળે
૨૧–૦૬–૨૦૧૬
મોત પર કવિતા લખાઇ કેટલી,
તે મહીં બોલો વંચાઇ કેટલી;
ના “ધુફારી”ને કશું પુછો નહી,
ને પછી સચવાઇ એમાં કેટલી.
૨૦–૦૭–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply