શ્વાન કો કારણ વગર ભસ્યા કરે
લોક પણ કારણ વગર ડસ્યા કરે
કોઇ નો હો જીવ જાતો જોઇને
દર્દ ના સમજ્યા વગર હસ્યા કરે
કોઇની લાંચાર હાલત હોય પણ
હાથ ના જાલ્યા વગર ખસ્યા કરે
કો’ દિવાનાની તરસ સમજે નહીં
પામવા આછી ઝલક તર્સ્યા કરે
પ્રેમ જ્યાં છલકે ‘ધુફારી’ ચોતરફ
મેઘ સમ મોસમ વગર વર્સ્યા કરે
૦૧–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply