મલકાટમાં પણ ભેદ છે સમજાય તો સારૂં
એતો ગહનતમ વેદ છે સમજાય તો સારૂં
આનંદ ખાતર લોક સૌ ભેગા થયા ત્યારે
કો સોગિયા લોકો હશે એ જાય તો સારૂં
નાનું હશે એ ઘર ભલે પણ દિલ હશે મોટું
એ તો ચહે મહેમાન કો ના જાય તો સારૂં
મિત્રો તણી મૈત્રી જ જે ચાહે સદા દિલથી
રિસાયલા પણ પ્રેમમાં બંધાય તો સારૂં
આ જામતી મહેફિલ મહી લોકો ઘણા ચાહે
મહેફિલ તણાં આ રંગમાં કો’ગાય તો સારૂં
હો આંખથી ઓઝલ ભલેને દૂર હો રહેતા
મન જો અગર મળવા ચહે દેખાય તો સારૂં
ચાલો ‘ધુફારી’ ડાયરો પણ આજે જમાવીએ
યજમાન જો બે ઘુટડાં ચ્હા પાય તો સારૂં
૦૮–૧૧–૨૦૧૬
Filed under: Poem |
dairo jamyo to pyali chah pan piva malshe chay ki chah he is me daga baji thodi hey chay ki chah he.diro jamyo che is me dagabaji ka koi nahi he