અરમાન સુતા’તા બધા ઊભા થયા
જે ક્યાંક સંતાયા હતા ઊભા થયા
એ યાદનો જૂનો પટારો ખોલતા
સૌ ભૂત કેદી સમ હતા ઊભા થયા
એ દિલ તણી દિવાલ તો છે કાંચની
પથ્થર લઇ લોકો છતાં ઊભા થયા
જે દાખલા ગણતા તમે ખોટા પડયા
ઓછા કરે કોઇ વતા ઊભા થયા
લોકો અહીં તો છેતરી જાનાર છે
લૂટી જવા સૌની મતા ઊભા થયા
નિર્દોષને દોષી ગણાવા કાજ ત્યાં
સૌ દાખવી ખુદની સતા ઊભા થયા
મહેફિલના માહોલમાં ભેગા થયા
લોકો ‘ધુફારી’ આવતા ઊભા થયા
૦૧–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply