દૂર સન્નાટા તરફ દોડી શકે તો આવને
બંધનો સઘડા અગર તોડી શકે તો આવને
આંબલાના ઝાડમાં ટહુકા બધા કોયલ તણાં
ઘા અગર ગોફણ તણેં પાડી શકે તો આવને
આભને આંબી શકે એવી મમત તારી હતી
એ નઠારી જીદ અગર છોડી શકે તો આવને
જીંદગીના સત્ય સૌ ધરબાયલા છે કાળમાં
એ અગર ક્યાંથી જડે ખોડી શકે તો આવને
દુઃખ તણાં ડુંગર બધી ઊભા થયા દેખાય છે
ઘા અગર ઘણના કરી તોડી શકે તો આવને
છે કતારો દુશ્મનોની હાથમાં હથિયાર છે
કો શસ્ત્ર વિણ અગર રોડી શકે તો આવને
સૌ ‘ધુફારી’ ઘેરતા બેઠા રદિફ કાં કાફિયા
તું કરે ભેગા બધા જોડી શકે તો આવને
૦૧–૧૧–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply