દિલ નથી કે મન નથી વસમાં હવે
વેગ લોહીનો વધે નસમાં હવે
ફૂંક મારે રાખ તો ઉડી જશે
ના કશો અંગાર આતસમાં હવે
મૃગજળો પથરાયલા છે ચોતરફ
માનવી શોધે તરસમાં શું હવે
ના કશું બાકી રહ્યું જ્યાં ઓરડે
શું હવે દેખાય ઓજસમાં હવે
કનક થાતું સ્પર્શથી એ દી ગયા
જ્યાં રહી ના ચમક પારસમાં હવે
વાદ ને વિવાદને સૌ પરહરો
કાં લડો સૌ આજ આપસમાં હવે
છે પ્રતિમા જ્યાં ‘ધુફારી’ દિલ મહીં
શું કરો કંડાર આરસમાં હવે
૨૭–૧૦–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply