વીતી રહી આ રાત કેરી વાત શું કરવી
છાપી પટોળે ભાત કેરી વાત શું કરવી
કાતી અણિયાણી સમયની એટલી તીખી
પડદે કરે જે ઘાત કેરી વાત શું કરવી
જે કો’ સમયને ક્રૂર ગણતા આવતા એની
પીઠે પડેલી લાત કેરી વાત શું કરવી
લોકો સદા ઇર્ષા કરી બળતા રહે તેથી
એ આગ પ્રત્યાઘાત કેરી વાત શું કરવી
સૌ કો રચે છે વાડ મોટી આવરી લેતી
એમાં રહેલી નાત કેરી વાત શું કરવી
અરમાન દિલમાં ઉદ્ભવે એના પછી થાતા
જુવાળ ઝંઝાવાત કેરી વાત શું કરવી
ઠાકોર ખુદને સૌ કહે એમાં ‘ધુફારી’ની
સૌથી અલગ ઠકરાત કેરી વાત શું કરવી
૨૦–૧૦–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply