દોસ્ત જે પ્યારા હતા તે તો ઠગારા થઇ ગયા
ને પછી તો એ બધા જાજા નઠારા થઇ ગયા
એકલા એના મહીંથી જે મને સામા મળ્યા
સાથ તો છુટી ગયો ને સૌ બિચારા થઇ ગયા
એ મને સાગર ગણીને દોડતા આવ્યા હતા
કાં બધા ભેગા મળી મારા કિનારા થઇ અયા
હું હતો જુના અને જરજરિત દેવળ સમો
તે છતા એ તો બધા મારા મિનારા થઇ ગયા
ના કશો અંગાર બાકી રાખની નિચે છતા
રાખમાં ફૂકો ભરીને એ ઝગારા થઇ ગયા
હું જ છું જ્ઞાનિ જગતમાં જે સદા માની રહ્યા
બેવકુફીની હવાથી એ ગુબારા થઇ ગયા
છે ‘ધુફારી’ને વિમાસણ ચોતરફ જોયા પછી
આશરા લોકો તણાં કાં બેસહારા થઇ ગયા
૧૮–૧૦–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply