સાદ પાડું હું વસંતને દોડતી આવે ગમે
મન ભરી છલકાય મોસમ મહોરતી આવે ગમે
કોકિલા રિસાઇને સંતાઇને બેઠી હશે
એ મધુરા કંઠથી જો ગાય ગીતો તો ગમે
કુંપણો પણ આવરણ ઓઢી કરી સંતાઇ છે
એ હવે જો ખીલતી દેખાય મલકે તો ગમે
આ કલી શરમાય છે કુમારિકા સમ તો હજુ
ખીલતી એ ફૂલ સમ મહેંકાય હરખે તો ગમે
જો વસંત લીલું ગવન ઓઢે ‘ધુફારી’ને ગમે
મન પ્રફુલ્લિત થાય ને હરખાય ઝુમે તો ગમે
૦૧-૦૨-૨૦૧૩
Filed under: Poem |
Leave a Reply