સ્વપ્નમાં જોઇ તને મેં રાત ભર
ને થયું મારૂં હ્રદય તો તરબતર
હાથમાં હાથો ધરી પુછ્યું હતું
મૌન શાને ઓ સખી કંઇ વાત કર
તારા નયન પેખી રહ્યા મારા નયન
કેફની એને અસર છે માત બર
જે મહેક તારા બદનથી આવતી
શ્વાસમાં એની મને લાગે અસર
ખ્વાબમાં આવી કરી તું કાં મળે
જીંદગી કંઇ થાય ના એથી બસર
શું નથી વિશ્વાસ મારા પ્રેમમાં
આજ તું એકરાર કર શી છે કસર
આખરી છે ફેસલો તું આજ કર
છે ‘ધુફારી’ આજ મારા રાહબર
૧૮–૧૦–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply