વૃક્ષને આવેલ ઘડપણ પાંદડા છુટી ગયા,
કેમ જાણે પ્રેમના ભંડાર સૌ ખુટી ગયા;
આયનો જોતા ‘ધુફારી’ને વિમાસણ થાય છે,
કેશ ક્યારે આયખાના ચોર સૌ લૂટી ગયા?
૧૭-૧૦-૨૦૧૬
મિત્રો કદી પણ શોધતા જડતા નથી,
એવા મળે મારા મતે ભળતા નથી;
કેવી ‘ધુફારી’ને વિમાસણ ઘેરી રહી,
પગલા કદી માશુકના પડતા નથી
૦૪–૦૫–૨૦૧૬
મારી નનામી પ્રેમથી હળવે ઉપાડજો,
સ્મશાનમાં લઇ જવાની ઉતાવળ ટાળજો;
મોડેથી આવવાની આદત છે મારા મિત્રો તણી,
કવિની લાશને અમથી પણ મોડેથી બાળજો
૧૭–૦૭–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply