કેટલિક છે અટપટી વાતો જરા સમજાય ના
ને અચાનકથી થતી ઘાતો જરા સમજાય ના
ઉછળે સાગર સમાણી ને પછી વિલાય છે
કેટલા એના અખાતો એ જરા સમજાય ના
વાયરા જેવા વિચારો વાય છે ચૌ દિશથી
ચોટ કે એની થપાટો ના જરા સમજાય ના
સુર બધાજે ઉદ્ભવે તેના પછી વિલાય છે
એ થકીની આહટો પણ ના જરા સમજાય ના
કેટલી વાતો તણી યાદી અગરજો વિસતરે
કહે “ધુફારી” કેટલી જાતો જરા સમજાય ના
૦૪–૧૦–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply