સુર મધુરા શુન્યથી સરજાય છે;
એ ગીત આ પથ્થરો કાં ગાય છે
વાંસ કેરા વૃક્ષના છિદ્રો બધા
વાયરાથી વાંસળી સમ ગાય છે
પાંદડા ખખડે બધા કાં તાલમાં
રાસડા ત્યાં કોણ રમવા જાય છે
પવન કાં ફૂંકાય છે મૌવર સમો;
કેટલા ફણિધર બધા ડોલાય છે
ધોધ પાણીનો વહે ત્યાં છાંટમાં
ઇન્દ્રધનુષ્ય કો’ સરસ સરજાય છે
આભથી વરસી રહ્યા વરસાદમાં
કેટલા તો જોઇને ભીંજાય છે
આ બધુ જોયા પછી અવની પરે
કેટલા હૈયા બધા હરખાય છે
કેટલી મિલાપની મિઠી પળો
માણવા યોવન અહીં લલચાય છે
ગોખમાં બેસી “ધુફારી” જોય છે
કોમલાંગી કો કવિતા ગાય છે
૦૫-૧૦-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply