જનક શું જવાબ આપે…?*

bik

      મહિનાના આખરી દિવસો હતા એટલે કામ વધારે જ હોય તેમાં પોતાના કાકાઇ ભાઇના લગન માટે ગયેલ તેનો આસિસ્ટંટ કપીલનું અને પોતાના કામના બોજા તળે જનક થાકીને ઠુસ થઇ જતો હતો. સાંજના ચાર વાગ્યાની ઓફિસની કેન્ટિનમાંની ચ્હા આવ્યા પછી તેની નજર સામેની દિવાલ પર લટકીતી ઘડિયાળ પર જ ફરતી હતી. કયારે પાંચ વાગે ને પોતે ઘર ભેગો થઇ જાય.

    એવી જ એક સાંજે જનક ઘેર આવ્યો ત્યારે નાનો પુનિત સુતો હતો અને સોફામાં લાંબી થઇને હેમાંગી પોતાનું પ્રીય સામયિક ફેમિના વાંચી રહી હતી એ જોઇ જનકને સ્વગત કહ્યું

‘આને છે કશી ચિંતા….? કેવી મોજથી ફેમિના વાંચે છે…’

        બ્રીસકેશ સોફા પર મુકી જનક ટાઇ ઢીલી કરતા સોફા પર લાંબા પગ કરીને માથું ઢાળીને આંખો બંધ કરી બેઠો તો પાણી આપતા હેમાંગીએ કહ્યું

‘તું જરા ફ્રેસ થઇ જા તો મોલમાં જઇએ… ચ્હા બનાવું ને…?’

‘હા…પણ શું લેવું છે તારે મોલમાંથી આજ નહીં જઇએ તો નહીં ચાલે…?’મ્હોં કટાણું કરી જનકે પુછ્યું

        હેમાંગી કશો જવાબ આપ્યા વગર રસોડામાં ચ્હા બવાવવા ગઇ અને થોડીવારે મગમાં ચ્હા અને ખારી બિસ્કીટ ટ્રેમાં મુકીની લઇ આવતા કહ્યું

‘ખાસ તો ઘી અને થોડા મસાલા લેવા છે ને વળતા શાક લેવા જવું છે કેમ આજ કાલ તું આવે છે ત્યારે મુડ ઓફ હોય છે કામ વધારે છે ઓફિસમાં…?’

‘હા…ઓલ્યો કપીલ એના કઝીનના લગ્નમાં ગયો છે એટલે તેના ભાગનું કામ પણ

મારે જ કરવાનું હોય છે’ચ્હાનો મગ મોઢે માંડતા જનકે કહ્યું

‘તો તારા માટે બીજા આસિસ્ટંટની માંગણી કરી લેને…’

‘હમણાં એ જ તો રામયણ છે સ્ટાફની ખેંચ છે કોઇ બે દિવસ કોઇ અઠવાડિયા માટે રજા પર છે’

‘તારે ન આવવું હોય તો હું મારી બાઇક પર જઇ આવું તું જરા પુનિતનું ધ્યાન રાખજે અને એ જો ઊંઘમાંથી જાગી જાય તો બોર્નવિટા બનાવી આપજે અને જો એ કહે તો મેગી બનાવી આપજે…’કહી હેમાંગી ખાલી વાસણ લઇ રસોડામાં ગઇ અને એક થેલી અને મનીપર્સ લઇ બહાર આવી કહ્યું

‘હું જાઉ છુ તું જરા પુનિતનું…..’

‘હા….હા હું પુનિતનું ધ્યાન રાખીશ તું તારે જા….’હેમાંગીની વાત કાપતા જનકે કહ્યું અને પુનિતની બાજુમાં લંબાવ્યું તો તેની આંખ મળી ગઇ.

            હેમાંગી બઝારમાંથી આવી ત્યારે બાપ-દીકરાને આરામથી સુતેલા જોઇને મલકી પછી હળવેકથી પુનિતને જગાડી રસોડામાં લઇ ગઇ અને બોર્નવિટા પિવડાવી સોસાયટીના પાર્કમાં લઇ ગઇ.એક કલાક પછી પાછી આવી તો જનક હજી ઘોરતો હતો એટલે પુનિતને રસોડાના પ્લેટફોર્મ પર હોમવર્ક કરવા બેસાડી એ પોતાના કામમાં પરોવાઇ.

      રાતની રસોઇ થઇ જતા જનકને જમવા જગાડ્યો.

‘જનક નવ વાગ્યા ચાલ જમવા…’

‘હેં….નવ વાગી ગયા ખબર પણ ન પડી…સારૂં સારૂં થાળી પિરસ હું બાથરૂમ જઇ આવું…’કહી તે બાથરૂમમાં ગયો

       ત્રણેય પ્રેમથી જમ્યા પુનિત કોમિકની બુક લઇ વાંચતો હતો,હેમાંગી રસોડાની સાફસુફીમાં રોકાઇ અને જનક ટીવી પર સમાચાર જોવા બેઠો.હેમાંગી રસોડામાંથી પરવારી બહાર આવી ત્યારે પુનિતના ખોળામાં કોમિકની બુક પડી હતી તે કોરાણે મુકીને તેને તેના કોચમાં સુવડાવ્યો અને પોતે પલંગમાં લંબાવ્યું અને ઊંઘી ગઇ.બે ત્રણ સમાચાર ચેનલ્સ જોયા પછી જનક બેડરૂમમાં આવ્યો ત્યારે હેમાંગી ઘસઘસાટ ઊંઘતી હતી.

        જનકે એની બાજુમાં લંબાવ્યું બપોરની ઊંઘ લીધા પછી એ લગભગ જાગતો પડ્યો હતો અને એને હેમાંગીને જોઇને વિચાર આવ્યો કેવી ઘસઘસાટ ઊંઘે છે..? એને કામ પણ શું છે…? બે વખત રસોઇ ને ઘરની સાફ સુફી અને પુનિતનું ધ્યાન રાખવું ક્યારેક એકલી બજારમાં જવું બસ…નહીંતર સોફા પર અઢેલીને ફેમિના વાંચવું કાં સહેલીઓ સાથે મોબાઇલ પર ગપ્પા મારવા…બસ જલ્સા.

            અચાનક જનકને વિચાર આવ્યો કે જો એક દિવસ ફકત એક દિવસ એ મારા શરીરમાં રહી ઓફિસ જાય તો ખબર પડે કે,કેટલી લમણાજીક અને ટેન્શન વચ્ચે હું જીવું છું.જો એક વખત મંદિરમાં ઊભેલી કાનુડો મને પુછે માંગ માંગ જનક તું માંગે તે આપુ તો કહું કે મારા અને હેમાંગીના શરીરની અદલાબદલી કરી આપ પછી પોતાના વિચાર પર હસી એ ઊંઘી ગયો.

            બીજા દિવસે જનકની અચાનક આંખ ખુલી અને જોયું તો હેમાંગી એના શરીરમાં પ્રવેશી ગઇ અને પોતે હેમાંગીના શરીરમાં.જટપટ બેડ છોડી એ બાથરૂમમાં ગયો અને બ્રશ કરી રસોડામાં આવી પોતાના માટે ચ્હા બનાવીને પીધી અને બ્રેડની સ્લાઇસ ટોસ્ટ કરી હેમાંગીની ચ્હા ઢાંકી રાખી.જલ્દીથી નાસ્તા માટે બટેટા પૌવા બનાવ્યા અને પુનિતનું ટિફીન ભરી પુનિતને જગાડ્યો તેને બ્રશ કરાવી નવડાવી યુનિફોર્મ પહેરાવ્યો. બોર્નવિટાવાળુ દુધ અને ટોસ્ટ કરેલ સ્લાઇસ પર જેમ લગાડી આપ્યું.પુનિતે નાસ્તો કરી લીધો તો સ્કુલ બેગમાં ટિફીન નાખીને બેગ પુનિતને આપી સ્કૂટર પર એને સ્કૂલ મૂકી આવ્યો.

       આવી ને હેમાંગીને જગાડી.એ બાથરૂમમાં ગઇ ત્યાં સુધીમાં પલંગ વ્યવસ્થિત કર્યો અને હેમાંગી માટે કપડા રૂમાલ મોજા અને ટાઇ પલંગ પર મુકી ઢાંકી રાખેલી ચ્હા માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરી તેના સાથે બટેટા પૌવાની ડિશ ડાઇનિન્ગ ટેબલ પર મુકી.હેમાંગી નાસ્તો કરી રહી તો કિસ કરી બ્રીફકેશ પકડાવી બારણા સુધી મુકી આવ્યો.તેની આગળ પાછળ ફરતી ઘરની પાળેલી બિલાડીને દૂધ આપ્યું અને પાળેલા કુતરાને ડોગ ફૂડ આપ્યું.કુતરાને નવડાવીને હેરડ્રાયરથી સુકવી તેના માટે રાખેલ ખાસ બ્રશ તેના લાંબા વાળમાં ફેરવ્યું.કુતરા અને બિલાડીને એમના માટે રાખેલ કુશન પર બેઠા.

       હવે સ્નાન પતાવવું જોઇએ કહી જનક બાથરૂમમાં ગયો અને આસ્તેથી બધા વસ્ત્રો દૂર કરી આંખો મીંચીને હેમાંગીના શરીરના અંગ ઉપાંગોને હળવા શ્પર્સ કરતો હાથ ફેરવવા લાગ્યો એનાથી થતો રોમાંચ એ કેટલી વાર સુધી માણી રહ્યો તો દિવાલ ઘડિયાળમાં નવના ટકોરા પડયા ત્યારે તે તંદ્રામાંથી જાગ્યો.

             ઓહ..! રસોઇ તો હજી બાકી છે જટપટ શાવર લઇ એ ટોવેલ ગાઉન પહેરી બહાર આવ્યો.અંગ લુછી કપડા પહેર્યા અને વાળમાં કાસકો ફેરવી રસોડામાં આવ્યો.શાક સુધારીને વઘાર કર્યો,કુકરમાં દાળ ભાતના ડબરા મુકીને કુકર ચડાવી રોટલીનો લોટ બાંધી રોટલીઓ વણી કાઢી.કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં ગ્રાઇન્ડરમાં બધી સામગ્રી ઉમેરી ચટણી વાટી.કુકર ખોલી દાળ વલોવીને વઘાર કર્યો અને ચાર રોટલી શેકી લીધી અને હેમાંગીનો ટિફીન તૈયાર કર્યું ત્યાં બેલ વાગી હેમાંગીનું ટિફીન પહોચાડનાર ડબ્બાવાળાને ટિફીન આપી રવાનો કર્યો.

          રેફ્રીજરેટરના બારણે આજે કરવાના કામનું લિસ્ટ મેગ્નેટથી લગાડેલું હતું તે ઉપાડયું અને પર્સ અને થેલી ઉપાડી ઘર વાંસીને સ્કૂટર સ્ટાર્ટ કરી સૌથી પહેલા એટીએમમાંથી પૈસા વિથડ્રો કર્યા,લાઈટ અને ટેલિફોનના બીલનું પેમેન્ટ કર્યું. શાકભાજી,બિસ્કીટના પેકેટ અને નાસ્તાના પેકેટ લીધા અને વળતા મોદીને રાશનનું લિસ્ટ આપી અને સાંજે મોકલવા કહ્યું.આજે પુનિતની સ્કૂલમાં પેરન્ટસ મિટીન્ગ અટેન્ડ કરવાની હતી તે કરી ને પુનિતને ઘેર લઇ આવ્યો.ફટાફટ વણેલી રોટલી શેકીની પુનિત સાથે જમવા બેઠો.

            રસોડાના પ્લેટફોર્મ પર પુનિતને હોમવર્ક કરવા બેસાડયો અને ફટાફટ વાસણ ડિશ વોશરમાં મુકયા.વોશિન્ગ મશીનમાંના કપડા ડ્રાયરમાં મુક્યા અને ગઇકાલે ધોવાયેલા કપડા પોતે લોન્ડીમાં આપવા જાય છે કહી જનક બહાર નીકળ્યો. સામેથી આવતી મંદિરાને જોઇ આનંદિત થઇ ગયો.

‘હાય! હેમાંગી….’મંદિરાએ કહ્યું તો સ્કૂટર પાર્ક કરી મંદિરાને બાથ ભીડવાનો મનસુબો કર્યો પણ હેમાંગી તેને બાથ નહીં ભિડતી હોય તો….? પછી માંડી વાળ્યું.થોડી અહીં તહીંને વાતો કરી છૂટા પડયા.

         કપડા લોન્ડીમાં આપી જનક ઘેર આવ્યો ચાવીથી દરવાજો ખોલી ઘરમાં દાખલ થયો ત્યારે પુનિત કોમિક વાંચતા સોફા પર ઊંઘી ગયો હતો તેને કોચમાં સુવડાવી અને લંબાવવાનો વિચાર કર્યો ત્યાં યાદ આવ્યું કામવાળી આજે આવવાની નથી એટલે ઝાડૂ પોતા બાકી છે અને બાથરૂમમાં લીક થતા નળ માટે સોસાયટીની ઓફિસમાં જ જવું પડશે.માળા હાળા ટેલિફોન પર મળતા નથી કે સાંભળતા નથી એવા બબળાટ સાથે ચપ્પલ પગમાં ઘાલી ઓફિસે ગયો.

      પટાવાળાએ કહ્યું સેક્રેટરીનું બાઇક સ્લિપ થતાં હોસ્પિટલમાં છે.વિલે મોઢે આવી જનકે ઝાડૂ પોતા કર્યા બસ બહુ થયું કહી પલંગ પર લંબાવ્યું.એકાદ ઝોકું આવ્યું ત્યાં ઘરના દરવાજાની બેલ વાગી.એ સફાળો જાગી ગયો અને દરવાજો ખોલ્યો.મોદીનો માણસ રાશન લાવ્યો હતો.બીલ મુજબ આઇટમ ચેક કરી પેમેન્ટ કર્યું રાશન રસોડા મુકી ફરી લંબાવાનો વિચાર કર્યો ત્યાં દરવાજાની બેલ ફરી વાગી દરવાજો ખોલ્યોતો હેમાંગી ઓફિસેથી આવી ગઇ.

       કેવી રહી ઓફિસ એમ પુછવાનું મન થયું પણ તેને હેમાગીએ એવું ક્યારે પુછ્યું નથી એટલે પોતાની ઉત્સુકતા માટે પુછવાનું માંડી વાળ્યું અને પાણી લાવી હેમાંગીને આપ્યું અને રસોડામાં જઇ ચ્હા બનાવી સાથે ખારી બિસ્કીટ ટ્રેમાં મુકી લઇ આવ્યો.

‘શું વાત છે બહુ ખુશ દેખાય છે…?’જનકે ચ્હા પીતા પુછ્યું

‘મેં તો નાણાવટી સાહેબને ચોખ્ખુ કહી દીધું હું મારૂં જ કામ કરીશ…મારા અસિસ્ટંટનું કામ હું શા માટે કરૂં..? મને મારા કામનો પગાર મળે છે એટલે આસિસ્ટંટની વ્યવસ્થા કરો અથવા મારી ૧૦ દિવસની લીવ મંજૂર કરો…?’હેમાંગી બે પરવાઇથી કહ્યું

‘તેં નાણાવટી સાહેબને આમ કહ્યું…? પછી….?’આશ્ચર્યથી જનકે પુછ્યું

‘તેમણે કહ્યું મી.માંડલિયા લીવનું રહેવા દો તમને કાલે આસિસ્ટંટ મળી જશે’

‘અરે..!! વાહ….’જનકે ઉત્સાહિત થઇ કહ્યું

‘હવે વાહ વાહ પછી કરજે ચાલ આજે સાંજના સોમાં પિકચર જોઇ આવીએ જરા તું ને પુનિત જલ્દી તૈયાર થઇ જાવ.’હેમાંગીએ ટીવીની ચેનલ્સ બદલતા કહ્યું

         પિકચર જોઇ બહાર આવ્યા અને તેમની ફેવરેઇટ હોટલમાં જમીને લોંગ ડ્રાઇવ પરથી ગયા પાછા આવ્યા ત્યારે પુનિત પાછલી સીટ પર સુઇ ગયો હતો તેને ઉચકીને કોચમાં સુવડાવ્યો અને જનક હેમાંગીમાં ભરાઇને અને હેમાંગીના શરીરમાં કામક્રીડા માંણતા સુઇ ગયો.અચાનક અર્ધીરાત્રે લઘુશંકા માટે ગયો ત્યારે તેને વિચાર આવ્યો કે,હેમાંગી કેટલું બધું હસતે મોઢે ઘરનું બધુ કામ કરતી હતી તે હેમાંગીના શરીરમાં આવ્યા પછી એક જ દિવસમાં તેને સમજાઇ ગયું.બાથરૂમમાંથી આવી પથારીમાં બેઠે બેઠે જ પ્રાર્થના કરી હે કાનુડા તું તો અંતર્યામી છે કાલે મારી અરજ સાંભળી અમારા શરીરની અદલ બદલ કરી આપી તો મને બોધ પાઠ મળી ગયો છે હવે ફરીથી મને મારૂં શરીર પાછું આપ તો આકાશવાણી થઇ

‘રાત્રે કરેલ કામક્રીડાથી તને ગર્ભ રહ્યો છે એટલે હવે ડિલીવરી થાય સુધી એ શક્ય નથી.’

‘ઓહ..!! નો… ઓહ!! નો…’ બેબકળા થઇ હાથ પગ પછાડતા જનકે કહ્યું અને તેની આંખ ખુલી ગઇ તો હેમાંગીએ પુછ્યું

‘શું થયું જનક…..?’

     જનક શું જવાબ આપે…? (સંપૂર્ણ)

*યાહુ મેઇલ પર મળેલ અજ્ઞાત લેખકની અંગ્રજી વાર્તાના આધારે

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: