ટુંટિયું વાળી કરી એકાંત બેઠું છે;
કોણ જાણે કેમ એતો શાંત બેઠું છે
પારકાના બોજ વેંઢાર્યા પછી થાકી;
આપવાને દેહને વિશ્રાંત બેઠું છે
ટપકતા ઝાકળ તણાં બિન્દુ વહે જ્યારે
ફૂલ કો કરતું અહીં કલ્પાંત બેઠું છે
માનવીના મન તણો કો’ તાગ ના મળતો
લઇ કરી હરએક શું સિધ્ધાંત બેઠું છે
રાત આ વિતી રહી આંખો મહીં જયારે;
બસ “ધુફારી” આશમાં નિશાંત બેઠું છે
૩–૦૮–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply