માણસો

men

 

મીઠી પળો ભુલી ગયા છે માણસો;

કડવાશમાં રાચી રહ્યા છે માણસો

જે મોજમાં મસ્તી ભર્યા દેખાય છે;

ઉદાસ એ અંદર રહ્યા છે માણસો

જ્યારે ગરજ આવી પડી એના પરે;

આવી ચરણ પકડી રહ્યા છે માણસો

ભગવાનને ભજવા સમય મળતો નથી;

માંગી રહ્યા ધન ઇશ પાસે માણસો

ના વાપરી ખુદ કાજ રાતી પાઇ પણ;

યમદૂત સંગે જઇ રહ્યા છે માણસો

કાવા અને દાવા કરી લીધા પછી;

એ જીતવા મથતા રહ્યા છે માણસો

બીજા તણાં ભાણા મહીં જોયા પછી;

બસ એ બધું માંગી રહ્યા છે માણસો

સૌ પારકી બૈરી તણાં આશિક થયા;

પોતાની જ તો ભૂલી રહ્યા છે માણસો

લખવા ચહો યાદી બહુ લાંબી થશે;

એમાં“ધુફારી” શોધી રહ્યા છે માણસો

૦૧-૦૯-૨૦૧૬

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: