કવન લાગે

desk

ભલે વેરાન વગડો હોય પણ એમાં ચમન લાગે;

ધરા પર ફૂલની ચાદર કસુંબલ કો’ ગવન લાગે

કદી આંખો મળી જાવા પછી શાના સવાલો છે;

જવાબો તો નથી ગમતા સદા એતો કથન લાગે

કદી કો ભૂલથી મરકી હશે એવું બને ત્યારે;

ગગનમાં એ વિહરતા લોકને એતો સનમ લાગે

મિલનની આશમાં બેઠા સમય લાગે ગયો થંભી;

અમસ્થા પાન પણ ખખડે સદા કો’ આગમન લાગે

જરા આવો સમિપે ને કરો બે પ્રેમની વાતો;

તમારો શ્વાસ તો અમને સદા શિતળ પવન લાગે

તમારા પ્રેમ નીતરતા નયનથી જે વહે સરિતા;

અમોને ના થતી તૃપ્તિ સદા એ આચમન લાગે

‘ધુફારી’ હાથમાં આવે કલમ તો અક્ષરો ખરતા;

સમનવય એમનું થાતા રચાતા સૌ કવન લાગે

૧૩-૦૯-૨૦૧૬

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: