ગમો ઘેરી વળે ત્યારે બધું ગમગીન લાગે છ;
છલોછલ હો ભરેલા સૌ રસો રસહીન લાગે છે
સવાલોના બધા ઉત્તર નથી મળતા કદી જ્યારે;
તમારો સાથ હો ત્યારે બધુ મુમકીન લાગે છે
બદનના રૂપ રંગોમાં નજાકત તો નથી હોતી;
તમારા નયનથી જોતા બધું કમસીન લાગે છે
તમારા સંગનો નેડો અમોને એટલો લાગ્યો;
તમે સંગાથ ના હો તો અર્થ વિહીન લાગે છે
‘ધુફારી’ની કલમથી જે લખાયું એ જ વંચાયું,
પઠન જયારે થયું એનું બધું રંગીન લાગે છે
૦૮-૦૯-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply