આરસમાં હવે

tankno

દિલ નથી કે મન નથી વસમાં હવે;

ના રહ્યો ઉજાશ ઓજસમાં હવે

કેટલી છે કસમકસ ભ્રમણા તણી

ના રહ્યો અવકાશ બોગસમાં હવે

વાટ ઉપર યા કરો નીચે ભલે;

ના રહ્યો કંઇ તેજ ફાનસમાં હવે

ફાયદો ક્યાંથી થશે ફૂંક્યા કરો

ના બચી ચિંગાર આતશમાં હવે

લોહને સોનું કરે તે દિવસ ગયા;

ના રહ્યો એ તેજ પારસમાં હવે

લોક છે ભયભીત ને ડરપોક પણ

થઇ ગયા નાદાર સાહસમાં હવે

ડાઘલા તો સંસારમાં ફારસ કરે

ક્યાં હશે કો વાઘ સરકસમાં હવે

માનવી આપસ મહીં લડતા થયા;

પ્રેમ ના દેખાય માણસમાં હવે

બસ“ધુફારી” નામથી તખતી બની

ના થતો ટંકાર આરસમાં હવે

૦૮-૦૯-૨૦૧૬

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: