લાગણીના રૂપ શું દેખાય છે
નિત નવા અંદાઝમાં દેખાય છે
તાડ જેવી કેટલી લાંબી હશે
કેટલી વામન સમી દેખાય છે
કેટલી તો મખમલી એમાં હશે
કોઇ તો બરછટ સમી દેખાય છે
કેટલી ઝંકાર સમ વ્યાપે કદી;
કેટલી તો શુન્ય સમ દેખાય છે
કેટલી સાગર સમાણી ઘૂઘવે;
કેટલી સરિતા સમી દેખાય છે
કેટલીતો મોગરા સમ મહેકતી;
કેટલી સૌરભ વગર દેખાય છે
આ “ધુફારી” જો કહે તો શું કહે;
લાગણી ક્યાં કોઇને સમજાય છે
૨૩-૦૮-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply