પાનખરના પાન સમ ખરતો નથી
એ ખરેલા પાન સમ સરતો નથી
જળ પરે તરવું સદા સહેલું હશે
પવન પર તો હું કદી તરતો નથી
ભૂતના ભણકારથી લોકો ડરે
ભય તણાં ઓથારથી ડરતો નથી
લોક બોલી ને ફરી જાતા ઘણા
છું નિડર બસ એટલે ફરતો નથી
છાન ગપતિયા ભલે લોકો કરે;
ના કશું એવુ કદી કરતો નથી
ધન ઘણા હળવે કરીને સેરવે;
હું કદી એવું કશું હરતો નથી
ધ્રુવ તારક સમ અચળ છું આભમાં
છું ‘ધુફારી’ એટલે મરતો નથી
૧૬-૦૮-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply