નાદ કર

singer

ના વાતને લાંબી કરી વિવાદ કર;

પાછો ફરીને ના કશી ફરિયાદ કર

વિતી ગયું એ ના કદી પાછું મળે;

મીઠી મધુરી યા કટુ ના યાદ કર

સજની કદી નારાજ હો ના પાલવે;

આગોસમાં ભીસી કરી સંવાદ કર

નારાજ થઇ ચાલ્યા જતા સ્નેહી જનો;

રોકાઇ જાવા પ્રેમથી તું સાદ કર

જે આયખું બાકી રહ્યું છે હાથમાં;

ના હાથથી સરવા દઇ બરબાદ કર

આ જિંદગીના બાગની સંભાળલે;

ત્યાં પ્રેમના સિંચી અમી આબાદ કર

વિણા ‘ધુફારી’ હાથમાં વાગી રહી;

પંચમ થકી ઓમકારનો તું નાદ કર

૨૩-૦૮-૨૦૧૬

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: