કોકિલા ગીતો મધુરા ગાય છે;
તે મધુકર સાંભળી હરખાય છે
વડ તણી ઘેરી ઘટામાંથી સરી;
સૂર્યના બિંબો બધે પથરાય છે
પવનની લહેરો બધી વડવાઇમાં;
ઝૂલવા લાગી કરી ઘુમરાય છે
આંબલામાં મોર આવ્યા એ પછી;
પવન ખુશ્બુ લઇ કરી લહેરાય છે
આંખ મીંચીને ‘ધુફારી’ સાંભળે;
વાંસળીના સુર સદા સંભળાય છે
૧૩-૦૮-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply