દૂર છે સુનકારમાં ઝબકાર કરવા આવ તું;
ને પછી છોડી બધુ આ પાર ફરવા આવ તું
વાયરા વાયા વસંતી ચોતરફ ઉલ્હાસ છે;
પુષ્પ માલા લઇ કરી સત્કાર કરવા આવતું
ફૂલ તારા માર્ગમાં મેં પાથર્યા છે પ્રેમથી;
એ પરે પાયલ તણાં ઝણકાર કરવા આવ તું
આભમાં સોહામણી સંધ્યા સખી પથરાય છે;
તું જરા એના સમા શણગાર કરવા આવતું
સોળ તું સણગાર કરજે બસ ‘ધુફારી’ કાજ તું;
ને પછી ગજ ગામિની અભિસાર કરવા આવ તું
૧૨-૦૮-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply