કાં કશા કારણ વગર ખાઇ ખણે;
આમ કાં પાયા વગર ચણતર ચણે
કોઇને તારી કશી પરવાહ નથી;
મોહના સાગર મહીં શાને તણે
કાંચના ટુકડા પરે પાસા પડ્યા;
ચમક હીરાની જરા ભાસે હણે
જે રહે ગાફેલ નરની ભેશ તો;
એ સદા પાડી તજી પાડા જણે
એ કરોળિયા તણું છે કામ પણ;
તું સદા શાને મથી તાણા વણે
કેટલા સાચા અને ખોટા હશે
ભૂ તણાં એ દેવ જે મંત્રો ભણે
ના કશો પણ ફાયદો એમાં છતા;
દાખલા શાને ‘ધુફારી’ તું ગણે
૧૩-૦૮-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply