ભગવાન દેવળમાં મળે કે ના મળે કોને ખબર;
ઇચ્છા કરેલી કો’ ફળે કે ના ફળે કોને ખબર
મુરાદ સૌ છે વાંઝણી એવી ખબર પણ ક્યાં હતી;
તેથી કદી એ તો ફળે કે ના ફળે કોને ખબર
દિપક બધા વિલાયલા દેખાય છે દિવાલ પર;
પાછા કદી એ તો બળે કે ના બળે કોને ખબર
એ એક માર્ગી રાહ પર ચાલી હતી નારાજ થઇ;
મળવા કદી પાછી વળે કે ના વળે કોને ખબર
છે અગન ભારેલો અને ધરબાયલો ઊંડે કદી;
પાછો અચાનક સળવળે કે બળે કોને ખબર
બુઠ્ઠા બધા હથિયાર છે દુશ્મન કદી આવી ચડે;
કંગાલ કાયાથી લળે કે ના લળે કોને ખબર
મિત્રો “ધુફારી”ના બધાનો સાથ તો છુટી ગયો;
અંતિમ ઘડી આવી મળે કે ના મળે કોને ખબર
૨૭-૦૭-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply