શુન્યમાંથી બ્રહ્મમાં સરવું કદી સહેલું નથી,
સોઇમાં દોરો પરોવા જેટલું સહેલું નથી;
છે ગહન એ માર્ગ જો ચાહે ‘ધુફારી’ ચાલવા,
ઇશની ઇચ્છા વગર ક્યાં પણ કશું સહેલુ નથી
–૦–
મારી કને આવી કરી આંખો ભલે ના લુછજે,
મારા હ્રદય પર હાથ રાખી શું થયું તું પુછજે;
દર્દો ‘ધુફારી’ જે કહે તારા હ્રદયમાં રાખજે,
ના તો કશી ચર્ચા કરીને કોઇને ના પુછજે
૦૫/૦૨/૨૦૧૬
-૦-
આભ ફાટે થિગડું દેવાય ના,
દિલ તણી હો વાત એ કહેવાય ના;
છે “ધુફારી” દિલ મહીં જ્વાળામુખી,
ફાટશે ક્યારે કશું કહેવાય ના
૨૦/૦૪/૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply