છે સફેદ વાદળા પુણી સમ છતાં વરસ્યા કરે
ન કશો ઉદેશ્ય હો ને તે છતાંય સ્પર્શયા કરે;
મીન સમ જો તડફડે છે “ધુફારી” પ્યાસી થઇ
છે વિશાળ સાગર પાસે,તો ય જો તરસ્યા કરે
૦૮-૦૭-૨૦૧૬
છે કરમ કેરા લેખ એ ટાળ્યા નહીં ટળે
કૃત નિશ્ચઇ છે ‘ધુફારી’ પાછો નહીં વળેઃ
માનવ મહેરામણ મહીં જો શોધવા જશો,
સંપૂર્ણ કોઇ માનવી સારો નહીં મળે.
૨૨-૦૪-૨૦૧૩
પડે કાદવ મહીં પથરો ઉડાળે એ સદા છાંટા,
ઉગમથી નિકળી સરિતા પછી એમાં પડે ફાંટાઃ
જગતનો એ અજબ માહોલ જોયો છે ‘ધુફારી’એ,
ચઢયા છે ઠોકરે ફૂલો અને પૂજાય છે કાંટા.
૨૨–૦૪–૨૦૧૩
ભય તણાં ઓથાર નીચે હર ઘડી મરવું નથી,
તણખલાને હાથ જાલી ‘ધુફારી’ તરવું નથી;*
આગ ચાંપી ખોરડાને ધામ કો’ ફરવું નથી,
ઊલમાંથી નિકળીને ચુલમાં પડવું નથી.
૨૨–૦૪–૨૦૧૩
Filed under: Poem |
Leave a Reply