કરમ કંઇ ખીલે જડયા હોતા નથી;
રઝળતા તો ક્યાં પડયા હોતા નથી
શોધવા જાતા કદી એ મળતા નથી;
કોઇ પેટારા મહીં પડયા હોતા નથી
વાયરા સમ એ વહે તમ ભાગ્યમાં;
વાયરા પણ ક્યાં પડ્યા હોતા નથી
કરમ કંઇ વિછી સમા હોતા નથી;
કે કોઇ છાણે એ ચડ્યા હોતા નથી
કો નદીના વહેણ સમ વહેતા હશે;
વાળતા એ કદી વળ્યા હોતા નથી
શોધ કરવા જાવ તો ક્યાં શોધવા;
સઘડ એના ક્યાં મળ્યા હોતા નથી
મેં ‘ધુફારી’ને જરા પુછ્યું તો કહે;
કોઇ હાથે એ ચડયા હોતા નથી
૩૧-૦૫-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply