અરમાન કેરૂં માન રાખીને અમે જીવ્યા;
અપમાન હો કે માન સાંખીને અમે જીવ્યા
આ આયખાની કો પળો મીઠી અને કડવી;
મિઠાસ કે કડવાસ ચાખીને અમે જીવ્યા
થાતું બધું તો ઇશને આધીન છે સમજી;
બસ હ્રદયમાં વિશ્વાસ રાખીને અમે જીવ્યા
લોકો ભલે જે કંઇ કહે કાને નથી ધરતા;
જે છે હકિકત ધ્યાન રાખીને અમે જીવ્યા
પુછયું “ધુફારી”ને અમે જે કાનમાં કીધું
એ વાત કેરૂં માન રાખીને અમે જીવ્યા
૧૨-૦૫-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply