ગમે ત્યાં રહોતોય હાજર થવાનું,
ચમરબંધ હો તોય ચાકર થવાનું
‘ધુફારી’ સમીકરણ એવા ન સમજે
બધું આખરે તો બરાબર થવાનું
૨૪-૦૬-૨૦૧૬
-૦-
ધ્રુવ છું હું એટલે ખરતો નથી,
સત્ય છું હું એટલે ડરતો નથી;
છે ‘ધુફારી’ અચળ સરતો નથી,
હું સમય છું એટલે મરતો નથી
૨૫.૦૫.૨૦૧૩
ના મજા આ જગતમાં ક્યાંય રહેવામાં નથી,
ના રજા ફરિયાદ કરવા ક્યાંય કહેવામાં નથી;
આ ‘ધુફારી’ને વિચારો ઘેરતા સંતાપતા
એમ લાગે છે ફરિસ્તા તારા કહેવામાં નથી
૧૧-૦૫-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply