આભને અડવા જતાં અટકી ગયા;
ને પછી અર્ધે અમે લટકી ગયા
કોણ જાણે શી થઇ ભ્રમણા હતી;
કે અમે ભ્રમણા મહીં ભટકી ગયા
ગાંઠ પણ બંધાયલી એવી હતી;
તે છતાં પણ તક મળી છટકી ગયા
પાંખ પણ મજબુત એવી ના હતી;
બાજ સમ લાગી અને લટકી ગયા
મન સદા કહેતું ફરે તું ચાલને;
પણ ‘ધુફારી’ ના કહી અટકી ગયા
૧૨-૦૫-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply