ચાલ સખી તું સાજન થઇજા ને તારી હું સજની;
ભાણ બની તું દિવસ થઇજા ને તારી હું રજની
રિસામણે હું બેસુ જ્યારે મને ત્યારે આવી મનાવે;
રજની તું જ્યાં કરીશ વાતો એને કરીશ હું ગજની
તુજને સન્મુખ બેસાડી પછી તારી પ્રસસ્તિ ગાવી;
મીરાં સમ એક તારો લઇને થાવું મારે ભજની
ઉતાવળા તું કદમ ભરજે નિત હું ભરૂં છું એવા;
હળવેથી હું કદમ ભરતા ચાલીશ ચાલ ગજની
આપણે કરેલ આયોજન બસ પ્રભુકાકા ના જાણે;
થોડું કહ્યું મેં તું ઘણું સમજજે શાનમાં મારી સજની
૦૧-૦૫-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply