ચ્હાનો કપ

tea-cup

          છેલ્લા સાત વરસથી બેન્કની નોકરીમાંથી રિટાયર થયેલ વિધુર દયારામની દિનચર્યાની શરૂઆતમાં કશો ફરક નહોતો પડ્યો.સાડા વાગે ઉઠી નિત્યક્રમથી પરવારી યોગમાં બેસવું અને સાત વાગે તેમના હાથમાં છાપું હોવું જોઇએ નહીંતર એક સંવાદ સંભળાય છાપાવાળો બદલી નાખવો પડશે

            તેમના દીકરા કૌશિકે એક વખત કહેલુંપપ્પા હવે તમે રિટાયર થઇ ગયા છો,ટલા વહેલા ઊઠીને શું કરવું છેઆરામથી રિટાયરમેન્ટની મજા માણોને…’

           સાંભળતા દયારામની કમાન છટકી ઉમરે હવે તુંતું મને પાકા ઘડે કાઠા ચઢાવવાનું શિખવશે…?’સાંભળી કૌશિકને રસોડામાંથી કવિતાએ ઇશારાથી કહ્યું મુંકો ને પંચાત તે જોઇ દયારામે મોટો હોબાળો કર્યો અને ફૂગરાયલા મોઢે આખો દિવસ ફર્યા.

        છાપાના અંક ક્રમાંક તારીખ પાના નંબરથી ક્યાંથી છપાયું સુધી બધુ વાંચી લે તે દરમ્યાન તેમને ચ્હા મળવી જોઇએ તે પણ તાજા દૂધની તેમાં ઓલો ભૈયો દૂધ આપવા આવ્યો હોય ને ચ્હા મોડી મળે તો  જુની ટીવી સિરયલ ખીચડીના બાબુજી જેમ પણબોલે કવિતા ચ્હા મળશે કે, બહારની લારી ઉપરથી મંગાવી લઉ…?’

   જે દિવસે ચ્હા મોડી મળે એટલે દયારામને વાંકુ પડે પછી આખો દિવસ નાની નાની વાતોમાં એમ સમજોકે દૂધમાંથી પોરા કાઢવા લાગે.

‘આ ખુરસી વચ્ચમાં કોણે મૂકી…?’

સાવરણી અહીં કેમ રખડે છે…?’

ધોબી કેમ આવ્યો નથી….?’

શાકમાં મીઠું નથી….’

લસણની વાસી ચટણી હજી કેટલા દિવસ ચાલશે…?

કુતરો આપણા બારણા પાસે કેમ બેસે છે…?’

         આવા નકામા સવાલોની કચકચથી કવિતા વાજ આવી ગઇ હતી તેમાં એક દિવસ ભૈયો હજી દૂધ આપવા આવ્યો હતો અને રસોડાની બારીમાંથી શેરીમાં નજર કરવા જતા કૌશિક માટે મુકેલી ચ્હા ઉભરાઇ તેની બળવાની વાસ પરથી દયારામને પોતાને ચ્હા નથી મળી યાદ આવતા કહ્યું

કવિતા ચ્હા મળશે કે, બહારની લારી ઉપરથી મંગાવી લઉ…?’

         ઉભરાયા પછી માંડ બે ઘુટડા બચેલી કૌશિકની ચ્હા જોઇ ખિજાયેલી કવિતાએ કહ્યું

હા મંગાવી લો ને રોજ મંગાવી લેજો..’

 આ સાંભળી વજ્ર્ઘાતથી દયારામ હેબતાઇ ગયો. (સંપૂર્ણ)

૦૫-૦૫-૨૦૧૬

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: