Posted on June 24, 2016 by dhufari

ગમે ત્યાં રહોતોય હાજર થવાનું,
ચમરબંધ હો તોય ચાકર થવાનું
‘ધુફારી’ સમીકરણ એવા ન સમજે
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on June 21, 2016 by dhufari

(ગતાંકથી ચાલુ)
બીજા દિવસે અનુપમ અને પાગલો પાછા જમુભાની ડેલીએ ગયા એટલે ડેલીનું તાળું ખોલી અનુપમે પુછ્યું
“હા બોલ હવે તું શું બતાવવાનો છે….?”
“પહેલા મકાનનું તાળું તો ખોલો”પાગલાએ કહ્યું તેમ અનુપમે તાળું ખોલ્યું તો પાગલાએ પહેલા માળની ધરી ખોલી ફંફોસવા લાગ્યો આખરે તળિયાની લાદી સાથે લાવેલ લોખંડનો ખીલો ભેરવી ને ખસેડી લાદી ભીંતમાં સરકતી જોઇ અનુપમને આશ્ચર્ય થયું તળિયામાં ખાનું હતું તેમાં એક માટીની હાંડલી હતી પણ એ ખાલી હતી.તેણે લાદી પાછી Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on June 20, 2016 by dhufari

આભને અડવા જતાં અટકી ગયા;
ને પછી અર્ધે અમે લટકી ગયા
કોણ જાણે શી થઇ ભ્રમણા હતી;
Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on June 18, 2016 by dhufari

ખ..ન..ન..ન..!! કાંચ ટૂટવાનો અવાઝ સાંભળી સોફા પર બેસી છાપાના પાના ઉથલાવતી કવિતા
‘વળી શું ભાંગ્યું….?’કરતીક રસોડામાં આવી તો પાણીની ભાંગેલી બોટલના કાંચ અને પાણી વેરાયેલું જોઇ કાંચ ભેગા કરવા જતા જમનાબાનો હાથ પકડી ઉમેર્યું
‘રહેવા દો કાંચ હાથમાં લાગશે તો નવી ઉપાધી જાવ બહાર બેસો…હે ભગવાન આ રોજની રામાયણથી તો હું વાજ આવી ગઇ…’એવા બળબળાટ સાથે કાંચ વીણી સુપલીમાં નાખ્યા અને હળવા હાથે પાણી લુછ્યું
‘કેટલીવાર કહ્યું છે કે,હું કરી લઇશ પણ સાંભળે કોણ…? હે ભગવાન….’
ઘરમાં દાખલ થતા કમલે આ સાંભળ્યું જોકે આવા ડાયલોગ તો તેને અવાર નવાર સાંભળવા મળતા પણ ત્યારે માનો વિલાયલો અને ઓછપાયેલો ચહેરો જોઇ તેનું મન ખાટું થઇ જતું
પંદરેક દિવસ પછી એક દિવસ કમલે જમનાબાને કહ્યું ‘આજે રસ્તામાં કાશી કાકી મળ્યા હતા તેમણે કહ્યું જમનાને મળવું છે પણ આ સુરિયાના જોડકાની સંભાળ પાછળ નીકળાતું નથી તો જમનાને મારા ઘેર લઇ આવ’
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on June 6, 2016 by dhufari

ચાલ સખી તું સાજન થઇજા ને તારી હું સજની;
ભાણ બની તું દિવસ થઇજા ને તારી હું રજની
રિસામણે હું બેસુ જ્યારે મને ત્યારે આવી મનાવે;
રજની તું જ્યાં કરીશ વાતો એને કરીશ હું ગજની
તુજને સન્મુખ બેસાડી પછી તારી પ્રસસ્તિ ગાવી;
મીરાં સમ એક તારો લઇને થાવું મારે ભજની
ઉતાવળા તું કદમ ભરજે નિત હું ભરૂં છું એવા;
હળવેથી હું કદમ ભરતા ચાલીશ ચાલ ગજની
આપણે કરેલ આયોજન બસ પ્રભુકાકા ના જાણે;
થોડું કહ્યું મેં તું ઘણું સમજજે શાનમાં મારી સજની
૦૧-૦૫-૨૦૧૬
Filed under: Poem | Leave a comment »
Posted on June 4, 2016 by dhufari

છેલ્લા સાત વરસથી બેન્કની નોકરીમાંથી રિટાયર થયેલ વિધુર દયારામની દિનચર્યાની શરૂઆતમાં કશો ફરક નહોતો પડ્યો.સાડા છ વાગે ઉઠી નિત્યક્રમથી પરવારી યોગમાં બેસવું અને સાત વાગે તેમના હાથમાં છાપું હોવું જોઇએ નહીંતર એક જ સંવાદ સંભળાય ‘આ છાપાવાળો બદલી નાખવો પડશે’
તેમના દીકરા કૌશિકે એક વખત કહેલું ‘પપ્પા હવે તમે રિટાયર થઇ ગયા છો,આટલા વહેલા ઊઠીને શું કરવું છે…આરામથી રિટાયરમેન્ટની મજા માણોને…’
Continue reading →
Filed under: Stories | Leave a comment »