છેલ્લા એક વરસથી રોજની ઘટમાળના મણકા પ્રમાણે ઓફિસ શરૂ થઇ અને દરેક ટેબલ સામેની ખુરશીમાં લોકો ગોઠવાતા ગયા પણ બધાની નજર ઓફિસના દરવાજા પાસેની ટેલિફોન ઓપરેટરની કેબીન તરફ હતી ત્યાં બેસતી એ મેનકા સરોજીનીને જોતા પોતાના કામમાં પરોવાયા પણ સતત કાન તો ઓફિસમાં આજે સૌથી પહેલા કોના એક્ષ્ટેનસનની ઘંટી વાગે છે એ જાણવામાં રહેતી અને જેના ટેબલ પર પહેલી ઘંટી વાગતી એ જાણે ધન્ય થઇ જતો એ ધન્ય થનારામાં હિમાંશુ મુખ્ય હતો.
ટી બ્રેકમાં ચાર વાંઢા ભેગા થતા તો એક જ ટોપિક રહેતો કે આ અપ્સરાને કોણ લઇ જશે અથવા એ આપણી ઓફિસમાંથી કોઇના પર પસંદગીનો કળશ ઢોળશે કે કેમ..?આ વાત ઉડતી ઉડતી સરોજના કાને તેની સહેલી જેનીફર માર્ફત આવી હતી.આ વાત સાંભળી સરોજીનીએ વિચાર્યું બસ હવે બહુ થયું આનો કશોક રસ્તો કરવો જોઇએ અને એક દિવસ સરોજીની એક અઠવાડિયાની લીવ મુકી એ ગાયબ થઇ ગઇ ત્યારે તેના બદલે જાડી માર્થાએ કામ સંભાળ્યું.
એક સવારે જેનીફરના ઘરની બેલ વાગી.ઓફિસ જવા નીકળતી જેનીફરે દરવાજો ખોલતા પુછ્યું
‘સરોજ તું…તું તો લીવ પર હતીને…?’
‘હા..મારા મેરેજ માટે…’કહી સરોજીનીએ સોફા પર બેસી પોતાની પર્સમાંથી એક ડઝન કાંચની લાલ બંગડી, બે લાલ ચૂડા અને મંગળસૂત્ર કાઢી જેનીફરની ડ્રેસિન્ગ ટેબલ પાસે બેસીને પહેર્યા અને મોટો ચાંદલો કપાળમાં ચોડ્યો એ જોઇ જેનીફરે પુછ્યું
‘કેમ ઉતાવળમાં ઘરમાં પહેરવાનું ભૂલી ગઇ હતી કે…?’
‘ના મારા મિસ્ટરને આ નથી ગમતું મને કહે આ તું પહેરે છે ત્યારે મણીબાઇ જેવી લાગે છે’સરોજીનીએ કહ્યું તે સાંભળી જેનીફરે હસીને કહ્યું
‘એટલે અહીંથી પહેરીને ઓફિસે આવશે એમ ને…..?’
‘હા…મને આ લાલ બંગડીનો ખન ખન અવાઝ બહુ ગમે છે…’કહી હાથ હલાવતા સરોજ હસી
‘ભલે ચાલ….’કહી બંને સીટી બસ સ્ટેન્ડ પર આવી.
ઓફિસમાં આવીને સરોજ પોતાની સીટ પર બેઠી અને બેલ મારી પટાવાળાને બોલાવ્યો ત્યારે આખી ઓફિસમાં જાણે અચાનક અજવાળુ અજવાળુ થઇ ગયું હોય એવું અપરણિત લોકોને લાગ્યું.
‘બેન તમે મને બોલાવ્યો….?’શામરાવે આવી પુછ્યું
‘હા…આ બધામાં વહેંચી આવ….’સાથેની પર્સમાંથી એક બોક્ષ કાઢીને શામરાવને આપતા સરોજીનીએ કહ્યું
‘આ મિઠાઇ શેની છે કોઇ પુછે તો શું કહું…?’શામરાવે પુછ્યું
‘મારા લગ્નની….’કહી સરોજીની હસી
એ દિવસે પાછી ટી બ્રેકમાં પેલા અપરણિતોમાં સરોજીનીના લગ્નની ચર્ચા શરૂ થઇ.
‘આ ક્યો કાગડો દહીંથરૂં લઇ ગયો…?’હિમાંશુએ પુછ્યું
‘હં…કોણ જાણે ક્યો નશીબદાર હશે..?’ચંદ્રકાંતે કહ્યું
‘આ એક અઠવાડિયાની લીવ એ માટે જ હતી…?’ફરી હિમાંશુએ પુછ્યું
‘કમાલ છે ને આપણામાંથી કોઇ એને પસંદ ન આવ્યું…?’વનરાજે ટાપસી પુરાવી
‘હું તો ચૂડા,ચાંદલા,બગડીઓ ને મંગળસૂત્ર જોઇને જ આંચકો ખાઇ ગયો’નિશાસો નાખતા હિમાંશુએ કહ્યું
‘પાછી બધાને મિઠાઇ પણ ખવડાવી…’ચંદ્રકાંતે કહ્યું
ટી બ્રેક પછી સૌએ સરોજીનીને અભિનંદન આપ્યા અને અપરણિતોમાં હવે ચાન્સ નથી એ સમજાતા એક નિશ્વાસ સાથે બધા સરોજીનીને પરણવાની આશા છોડી દીધી સૌથી વધારે નિરાશ થયો હિમાંશુ
એક દિવસ જેનીફરે સરોજીનીને કહ્યું ‘તારા મિસ્ટરનો ફોટોગ્રાફ તો બતાવ…’
‘મારી પાસે નથી…’કહી સરોજીની હસી
‘તારા લગ્ન થયા અને તારા મિસ્ટરનો ફોટો તારી પાસે નથી એ કેમ બને…?’
‘કોના લગ્ન અને કેવા લગ્ન….?’સરોજીનીએ પુછ્યું
‘તારા બીજા કોના…?’અવઢવમાં અટવાતા જેનીફરે ઝીણી આંખ કરી પુછ્યું
‘મારા લગ્ન જ નથી થયા…’સરોજીનીએ નિર્લેપ ભાવથી કહ્યું
‘તો આ ચૂડા,ચાંદલો.કાંચની બંગડીઓ,મંગળ સૂત્ર અને પેલી મિઠાઇ….’જેનીફરે એમજ ઝીણી આંખ કરી અને કાન સરવા કરતા પુછ્યું
‘આ આપણી ઓફિસના વાંઢાઓની ભુખાડવી નજરથી બચવાનું એ એક નાટક હતું…’
‘તો એક અઠવાડિયાની લીવમાં તું ક્યાં ગઇ હતી…?’
‘લોકો કહેતા હતા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એટલે એ જોવા ગઇ હતી’
‘હવે એ રેતાળ અને રણ પ્રદેશમાં જોવા જેવું શું છે…?’
‘ના યાર એવું કહેનાર લોકોના મગજમાં ખોટી ઇમ્પ્રેશન છે….શું સરસ મુલક છે…’અતીતમાં જોતા સરોજીની બોલી
‘ત્યાં રણ નથી…?’આશ્ચર્યથી જેનીફરે પુછ્યું
‘છેને સફેદ રણ….’
‘રણ કોઇ દિવસ સફેદ હોતું હશે…?’
‘સફેદ રણ મતલબ આખા નમકનું રણ જ્યાં નજર કરો નમક જ નમક’
‘ઓહો…બીજુ શું જોયું….?’
‘ત્યાંના લોકો એટલા મળતાવળા અને પ્રેમાળ છે કે પુછ ન વાત…તું માનીશ આ એક જ મુલક છે જ્યાં કોમવાદના દંગા ફસાદ નથી થતા સૌ હળી મળીને ભાઇચારાથી રહે છે.ત્યાંના લોકો ત્યાં મળતા અર્ધા રોટલામાં ખુશ છે તેઓ આખા રોટલા માટે ભાગ્યેજ બહાર જાય છે’
‘તને ત્યાં કોઇ પસંદ ન આવ્યો…?’આંખ મિચકારતા જેનીફરે પુછ્યું
‘આ શોર્ટ વિઝિટમાં એટલો ટાઇમ ક્યાં હતો પણ ફરી એક મહિનાની લીવ મુકી ત્યાં જરૂર જઇશ અને કોઇ મળી જશે તો ત્યાં જ રહી જઇશ…’કહી સરોજીની હસી
‘ભલે ચાલ ત્યારની વાત ત્યારે અત્યારે તો ઓફિસે જવાનું મોડું થાય છે’
એક મહિના પછી એવી રીતે જ જેનીફરના ઘેરથી બંને બસ સ્ટેન્ડ પર આવી ત્યારે બસ નીકળી ગઇ હતી એટલે રિક્ષા પકડી બંને ઓફિસ જવા રવાના થઇ.ઓફિસની નજીક રસ્તામાં આવતી મીલની ઓફિસ સામે કામદારો ઘેરાવ કર્યો હતો.તેમાં પોલીસ અને કામદારો સામસામે આવી ગયા.પથ્થર મારો અને લાઠી ચાર્જના ઘેરામાંથી બચાવીને રિક્ષા ચાલક જતો હતો ત્યાં પાછળથી કોઇ ગાડીએ ટકકર મારી અને રિક્ષા ઉથલી પડી તેમાંથી સરોજ એક તરફ અને જેનીફર બીજી તરફ ફંગોળાઇ ગઇ સદભાગ્યે રિક્ષા ચાલક ભાનમાં હતો તેણે ઇમર્જન્સી કોલ કરી પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવી અને બંને ઘટના સ્થળ પર પહોચ્યા અને બેભાન સરોજીની અને જેનીફરને હોસ્પિટલમાં દાખલ કર્યા લગભગ કલાક વાર પછી જેનીફર ભાનમાં આવી ત્યારે તેણે સરોજીનીની પુછા કરી તો ડોકટરે કહ્યું સોરી સી ઇઝ નો મોર બનાવની જાણ થતા ઓફિસ સ્ટાફના લોકો ત્યાં આવ્યા.મેનેજરે જેનીફરને પુછ્યું
‘સરોજીનીના મિસ્ટરને જાણ કરીએ તારી પાસે તેના નંબર છે…?’
‘સરોજ પરણી જ ક્યાં હતી…?’એક નિશ્વાસ નાખતા જેનીફરે કહ્યું
‘તો પેલી લગ્નની મિઠાઇ,ચૂડા,ચાંદલો.કાંચની બંગડીઓ અને મંગળ સૂત્ર…’અધિરાઇથી હિમાંશુએ પુછ્યું
‘એતો આપણી ઓફિસના અપરણિતોની નજરથી બચવા એક નાટક હતું..’કહી જેનીફર મલકી
‘આપણને મામુ બનાવ્યા….’સ્ટાફમાંથી કોઇ બોલ્યું એ હિમાંશુ હતો (સંપૂર્ણ) ૨૪-૦૪-૨૦૧૬
Filed under: Stories |
Leave a Reply