માને કોણ…?

air india

          દિલ્હીથી મુંબઇ આવવા વાળી ફલાઇટ નંબર ૮૬૫ બરોબર સવારના ૧૦.૦૦ વાગે ઉપડી અને ૧૨.૧૫ વાગે લેન્ડ થવાની હતી ત્યાં આશરે ૧૧.૩૦ના સુમારે એકાએક ત્રાડ નાખી છેલ્લી હરોળમાંથી એક નરે ઊભા થઇ કહ્યું

‘આ ફલાઇટ મુંબઇ નહીં હવે કરાચી જશે કોઇ પણ ચુંચા કરશે તો હું આ બોમ્બથી ફલાઇટ ફૂકી મારીશ’કહી એક મોતીએ મઢેલ નાળિયેર દેખાડી ઉમેર્યું

‘રખે ભુલ કરતા કે,આ શણગારેલું શુભ પ્રસંગે વપરાતું નાળિયેર છે આમાં જ બોમ્બ છે’

     પેસેન્જર બધાના જીવ તાળવે ચોટી ગયા.દરેકને ભાવીની ચિંતા થવા લાગી.હાઇજેકરે એરહોસ્ટેસને કહ્યું ‘પ્લેનના પાયલટને કહો પ્લેન હાઇજેક થયો છે અને મુંબઇના બદલે કરાંચી જશે’

એરહોસ્ટેસે પાયલટને સંદેશો આપ્યો.પાયલટ કંટ્રોલનો સંપર્ક કરી પરિસ્થિતી જાણ કરી.

            હાઇજેકર નાળિયેર સૌને દેખાડતા પહેલી હરોળથી છેલ્લી હરોળ સુધી પ્લેનમાં નાળિયેર દેખાડતા રોફથી ફરવા લાગ્યો.એક ચકકર બીજું ચકકર અને ત્રીજા ચકકરમાં પહેલી હરોળની એક સીટ નીચે પડેલ બેગના સોલ્ડર સ્ટ્રેપમાં પગ અટવાતા અડબાડિયું ખાઇને પડતો હતો તો ત્યાં બેઠેલ સુરજીતસીંગે તેના હાથમાંથી નાળિયેર ઝુંટવી લઇ ધક્કો માર્યો તો હાઇજેકર ધડામ દઇને નીચે પડ્યો અને તે ઊભો થવા જાય તે પહેલાં ત્યાં બેઠેલ ટુન ટુન જેવી એક જાડી લેડી સાલીની અગરવાલ તેની પીઠ પર બેસી ગઇ અને બાજુમાં બેઠેલ પેસેન્જરને પોતાના ગળામાંનો સ્કાર્ફ ખેંચી કહ્યું

‘ઇસકે હાથ બાંધલો ઔર મેરી હેન્ડ બેગ એક ઓર સ્કાર્ફ હૈ ઉસસે ઇસ કમીનેકે પેર બાંધ દો….’એણે કહ્યું એમ જ થયું તો એણે  એ આતંકીના માથાના વાળ પકડી જમીન સાથે માથું પછાડતા કહ્યું

‘પ્લેન હાઇજેક કરના થા…? બાપ કા રાજ હૈ ક્યા સાલે કમીને..’ કહી ઊભી થઇ અને પેલાની કાંખમાં જોરથી બે લાતો મારી.

      બધા પેસેન્જરના જીવ હેઠા બેઠા અને પાયલટને આ બનાવના સમાચાર આપવામાં આવ્યા.પ્લેન પોતાન ગંતવ્ય તરફ આગળ વધ્યું અને બરાબર ૧૨.૧૫ કલાકે મુંબઇ લેન્ડ થયું.ત્યાં હાજર રહેલા  કમાન્ડોએ પ્લેનને ઘેરી લીધું અને સૌથી પહેલા બંધાયેલ હાઇજેકરને પોટલા જેમ ઘસડીને ઉતારવામાં આવ્યો.એના હાથમાં બેડી પહેરાવવામાં આવી અને બંને સ્કાર્ફ પેલી લેડીને અપાયા.ગ્રહમંત્રી ત્યાં હાજર હતા તેમણે સાલીની અગરવાલ અને સુરજીતસીંગનું અભિવાદન કરી કહ્યું કે,

‘આપની અગમચેતી થી પ્લેન અને પેસેન્જર સહી સલામત મુંબઇ પહોચ્યા.આ માટે ૧૫મી ઓગષ્ટના આપનું સન્માન રાષ્ટપતિના હસ્તે થશે.’ આ સમાચાર સૌ પેસેનજરે તાળિયોથી વધાવી લીધા એટલે સુરજીતસીંગે કમાંડો ચીફ ને પેલું મોતીએ મઢેલું નાળિયેર સોંપ્યું.   

             મિડિઆ વાળા એરપોર્ટ પર પહોંચી આવ્યા અને બહાર આવતા સાલીની અને સુરજીતસીંગને ઘેરી વળ્યા અને તેમના થયેલા સવાલના જવાબ આપી બંને વિદાય થયા.

         કમાંડો ચીફે એ નાળિયેર ઓફિસે આપ્યું તો કહેવામાં આવ્યું કે,હેલીકોપ્ટર મારફત ખુલ્લા મેદાનમાં એ બોમ્બ બ્લાસ્ટ કરવો.બોમ્બ લઇને હેલીકોપ્ટર ઉપડ્યું અને એક પથરાળ જગા પર એ ઘણી ઊંચાઇથી ફેંકવામાં આવ્યું પણ કોઇ બ્લાસ્ટ ન થયો એટલે હેલીકોપ્ટર જ્યાં નાળિયેર ફેંકાયું હતું ત્યાં નીચે ઉતારવામાં

આવ્યું તો એક તરફ લાકડાનું નાળિયેર અને બીજી તરફ તેના પર મોતી મઢેલું કવચ અને થોડા વેરાયેલા મોતી મળ્યા.કમાંડો અને સાથીદાર એ જોઇ હસ્યા અને એક પ્લાસ્ટિકના ઝબલામાં બધુ ભેગું કરી ઓફિસે લાવ્યા તો ઓફિસરે પુછ્યું ‘બોમ્બ બ્લાસ્ટ કેટલી તિવ્રતાનો હતો..?’

‘સાહેબ એ બોમ્બ આપ પણ જોઇ લો..’કહી કમાંડો ચીફે પેલું ઝબલું સાહેબના હાથમાં આપ્યું

‘અરે..!! આ તો ખરેખર શુભ પ્રસંગે વપરાતું નાળિયેર જ છે…’

-૦-

    અહીં લોકઅપમાં પુરાયેલા પેલા પકડાયેલા હાઇજેકરને થર્ડ ડીગ્રી અજમાવીને પુછવામાં આવ્યું કે,તે કંઇ ગેંગનો ક્યાં સંગઠનનો મેમ્બર છે ત્યારે એ એક જ જવાબ આપતો હતો કે,પોતાનું નામ છાપા છપાવવા અને સમાચારમાં ચમકવા તેણે આમ કર્યું હતું પણ માને કોણ…?’      

 ૨૭-૦૪-૨૦૧૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: