જગતમાં લોક ગણવા જાવ તો ચોમેર કોટી છે,
ઘણા તો રોજ બદલે વેષ ઘણાને લંગોટી છે;
‘ધુફારી’ આજ જે વહેવાર એની રીત ખોટી છે
અહીં મહેનત કરે છે એના હાથમાં જ રોટી છે
૨૯–૦૧–૨૦૧૩
મય તણા જામો મહીં મયકશો ડૂબ્યા
ફૂલોને ડૂબવું પડ્યું,પથ્થર ના ડૂબ્યા
ત્યાં ‘ધુફારી’એ અજબ માહોલ જોયો
જીવતા ડુબી ગયા મડદા ના ડુબ્યા
૧૧–૧૨–૨૦૧૪
પ્રેક્ષકો તો છે ઘણા પણ નાચનારો એક જ છે
ભુલનારા છે ઘણા સંભારનારો એક જ છે
કવિ મિત્રો સભામાં પણ ‘ધુફારી’ એક જ છે
ડૂબનારા છે ઘણા પણ તારાનારો એક જ છે
૨૯-૦૩-૨૦૧૩–/
Filed under: Poem |
Leave a Reply