(ગતાંકથી આગળ)
‘રમજુનો શેઠ મુલચંદ,મંત્રી ભવરલાલ અને પોલીસ કમિશ્નર વી.કે.શર્મા…’
‘મુલ ચંદ…..?’
‘રમજુને પાર્સલ પહોચાડવા સોનપર મોકલવાનું તો બહાનું હતું મુલચંદની મેલી નજર શકિનાની જવાની પર ક્યારની હતી એટલે રમજુ ગયા પછી એકલી શકિનાને ફસાવવા એના ઘરમાં ગયો હતો અને શકિના ઘરના પાછલા દરવાજાથી ભાગતી બાવનસા ઓલિયાની દરગાહમાં આવી ત્યારે મુલચંદે કહ્યું કાલે તો તું દરગાહમાંથી બહાર આવીશને…?’
‘પછી…?’રાઘવજી ગ્લાસમાં વ્હિસ્કી રેડતા પુછ્યું
‘શકીનાએ કહ્યું હું પોલીસમાં ફરિયાદ કરીશ તો મુલચંદ હસ્યો…પોલીસ…પોલીસ શું મંત્રી શું બધા મારા ખિસ્સામાં છે કાલે મારા માણસો તને ઉપાડીને ક્યાં લઇ જશે કોઇને ખબર નહીં પડે’
‘પણ તને આ બધી કેવી રીતે ખબર પડી..?’
‘ત્યારે હું બાવનસા ઓલિયાની દરગાહના ઓટલા પર જાગતો સુતો હતો…’
‘ભલે ચાલ હવે સોફા પર સુઇ જા રાત બહુ થઇ ગઇ છે’
આ બધો વાર્તાલાપ રાઘવજીએ પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધો
હતો જે બીજા દિવસે અબુબકરને સંભળાવી જે સાંભળી અબુબકરે કહ્યું
‘બસ….હવે શેતરંજના પ્યાદા હું ગોઠવીશ’
-૦-
અબ્દુલા શેઠનો સ્ટાફ જતો રહ્યો હતો અને શેઠ પોતે ઓફિસ બંધ કરવાના હતા ત્યારે અબુબકરે અબ્દુલા શેઠની કેબીનમાં પ્રવેશ કર્યો
‘અસ્લામ વાલેકુમ અબ્દુલા શેઠ…!!’
‘વાલેકુમ સલામ આવો અબુ મીયાં આવો આવો બેસો…બેસો….’પોતાના સામેની ખુરશી દેખાડતા અબ્દુલા શેઠે કહ્યું પછી પુછ્યું
‘બોલો શું ખિદમત કરૂં….?’
‘શેઠ સાહેબ તમારી ઓરેન્જ કલરની ટ્રક મને જોઇતી હોય તો કેટલામાં આપો…?’અબુબકરે પુછ્યું
‘એ જુની ટ્રકને લઇને તમે શું કરશો…?’
‘મને જોઇતી હોય તો….?’અબુબકરે સવાલ દોહરાવતા પુછ્યું
‘અં….પાંચ લાખ….’આંખો મીંચી આંગળાના વેઢા ગણતા અબ્દુલા શેઠે કહ્યું
‘તો… લો આ પાંચ લાખ…અને ચાવી આપો…’સાથે લાવેલ બ્રીફકેશમાંથી પૈસા ટેબલ પર મુકતા અબુબકરે કહ્યું
અબ્દુલા શેઠે પોતાની સીટ પાછળ લટકતા બોર્ડમાંથી એક કી-ચેઇન અબુબકરને આપી પૈસા ડ્રોવરમાં મુક્યા.
‘હવે મારૂં એક કામ કરશો….?’અબુબકરે પુછ્યું (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply