(ગતાંકથી શરૂ)
‘બાપુજી…’
‘બોલો બેટા…’
‘બાપુજી મને વચન આપો તો એક વાત કહું…’
‘વચન બેટા…’ઘનશ્યામદાસે બિન્દુના માથા પર હાથ રાખી કહ્યું
‘મારો અંતકાળ નજીક છે…’
‘એવું ન બોલ બેટા…’ઘનશ્યામદાસે બિન્દુના હોઠ પર હાથ રાખી કહ્યું
‘બાપુજી મને વચ્ચે ટોકશો નહી…નહીંતર કદાચ હું જે કહેવા માંગુ છું એ નહીં કહી શકુ..બાપુજી તમે પ્રાદ્યાપિકા ઉમાદેવી સાથે લગ્ન કરી લેજો…’
‘આ તું શું કહે છે એ ન બને..’કહેતા ઘનશ્યામદાસે બિન્દુના માથા પરનો હાથ ઉપાડવા જાય તે પહેલા બિન્દુએ સજ્જડ રીતે પકડી રાખતા કહ્યું
‘બાપુજી તમે મને વચન આપ્યું છે…ઉમાદેવીના ઉદરથી હું ફરીથી જન્મ લઇશ..મારૂં નામ બિન્દિયા પાડજો અને મારી ૧૬મા વરસની ઉમરે મને ફરીથી પ્રશાંત સાથે પરણાવજો બોલો બાપુજી એટલું કરશોને..?’ઘનશ્યામદાસ અને પ્રશાંત એક બીજા સામે જોઇ રહ્યા.
‘બોલો બાપુજી…બોલો બાપુજી…હા પાડો બાપુજી મારી પાસે સમય નથી..’બિન્દુએ પોતાના માથા પરના ઘનશ્યામદાસના હાથને ઝંઝોડતા કહ્યું એ દરમ્યાન એના શ્વાસનો વેગ વધી ગયો જ્યારે ઘનશ્યામદાસે એના તરફ જોયું ત્યારે બિન્દુની પહોળી થયેલી આંખોમાં ઉત્તરની આતુરતી ફેલાયલી હતી એ જોઇ ઘનશ્યામદાસે ભીની આંખે સહમતી દર્શાવતા કહ્યું
‘હા..દીકરી…’
બિન્દુના મુખ પર સંતોષ સાથે મલકાટની એક આછી રેખા દોરાઇ ગઇ અને એની આંખો મિંચાઇ ગઇ.શ્વાસનો વેગ એકદમ વધી ગયો અને ઓચિંતા એક આંચકા સાથે બંધ પડી ગયો ત્યારે ઘનશ્યામદાસનો બિન્દુએ ઝકડી રાખેલ હાથની પકડ ઢીલી પડી અને કોઇ વૃક્ષની તૂટી પડેલી ડાળ જેમ બિછાના પર પડી ગયો.
બીજી પળે બિન્દુનું માથું એક બાજુ ઢળી પડયું અને તેના હોઠના ખુણેથી રૂધીરની ધાર વહેવા લાગી.આ બધું આંખના પલકારામાં બની ગયું.પ્રશાંત અને ઘનશ્યામદાસ કોઇ ચાવી આપેલ પુતળાની ચાવી ખૂટી જતા સ્થિર થઇ જાય તેવા જેવા સ્થિર થઇ ગયા. સીતારામ અને રઘુનાથ પલંગના છેડે બેસી બિન્દુના પગ પકડી ‘ઓ માલકિન…’ કહેતા રડી પડ્યા.
દશ મિનીટ જેટલો સમય પસાર થઇ ગયો પણ બંનેમાં કોઇએ કશો પ્રતિભાવ ન આપતા રઘુનાથે ઘનશ્યામદાસને અને સીતારામે પ્રશાંતને બાથમાં લઇ ખુબ ઝંઝોડયા ત્યારે ભાનમાં આવતા બંને નાના બાળકની જેમ રડી પડ્યા.સીતારામ તરત ડૉ.વિલ્સનને બોલાવી લાવ્યો અને બિન્દુનું ડેથ સર્ટિફીકેટ લીધું.ત્યાર બાદ રઘુનાથ અને સીતારામે અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા.પ્રશાંત અને ઘનશ્યામદાસ હજુ બિન્દુના નશ્વર દેહને એકી ટશે જોઇ રહ્યા હતા.અગ્નિ સંસ્કાર માટે સીતારામે જ્યારે પ્રશાંતને મશાલ આપી ત્યારે કેટલી વાર સુધી એ મશાલની જ્વાળાને જોઇ રહ્યો.ઘનશ્યામદાસે પ્રશાંતનો હાથ પકડી અગ્નિ સંસ્કાર કરાવ્યા.
બિન્દુના અવસાન બાદ આ છતરડી ચણાવી તેના અસ્થિકુંભ ઉપર સમાધી ચણાવી.પ્રશાંતને મન આ છતરડી જ એક મંદિર હતું.દિવસનો મોટા ભાગનો સમય તે અહીં જ પસાર કરતો હતો.ચંડિકા મંદિર જે પ્રશાંતે ચણાવ્યું હતું તેનું એક ટ્ર્ષ્ટી મંડળ રચી તેની વ્યવસ્થામાંથી પણ એ ફારગ થઇ ગયો.
ઘનશ્યામદાસે બિન્દુને આપેલ વચન મુજબ ઉમાદેવી સાથે લગ્ન કરી લીધા અને બરોબર સમય ઉપર એક બાળકીનો જન્મ થયો.દેખાવમાં એ અસલ બિન્દુ જેવી લાગતી હતી.બિન્દુની પીઠમાં એક લાલ લાખાનું નિશાન હતું બરાબર તેવું જ નિશાન નવજાત બાળકીની પીઠમાં હતું.આ બધુ જોતા ઘનશ્યામદાસ ઘડી ભર બિન્દુના જન્મ સમયમાં સરી પડ્યા એજ આનંદ અને ઉલ્લાસથી નવજાતનો જન્મ ઉજવાયો અને બિન્દુની ઇચ્છા અનુસાર તેનું નામ બિન્દિયા પાડવામાં આવ્યું.
એક તાર કરીને પ્રશાંતને નવજાતના જન્મની તારીખ અને સમયની જાણ પ્રશાંતને કરવામાં આવી.પ્રશાંતે જન્મ કુંડળી માંડી ગણત્રી કરી તો નવજાતને ૧૬મા વરસે એક બીજવર સાથે લગ્ન યોગ હતો છતાં એ પ્રેમ લગ્ન હતું.આ બાધું જાણ્યા પછી પ્રશાંત ૧૬ વરસ પછી આવનાર પળની પ્રતિક્ષામાં લાગી ગયો.
બિન્દિયાને પણ જે સ્કૂલમાં બિન્દુ ભણી હતી ત્યાં દાખલ કરવામાં આવી અને વર્ને’ક્યૂલર ફાઇનલ ભણ્યા પછી બિન્દુની જેમ એ પણ લંદન ભણ્વા ગઇ અને લંડનમાં મેટ્રિક ભણી એ જ રીતે એ મુંબઇ પાછી આવી.એ જ પુસ્તક સાથે એવી જ રીતે પ્રશાંત સમુદ્રકિનારે બેઠો હતો ત્યારે પણ તેના ખભે મુકેલો રૂમાલ હવાની લહેરખીમાં ઉડતો સામેથી આવતી બિન્દિયાના શરીરમાં અટવાયો અને બિન્દુઅ જેમ જ એણે પણ પુછ્યું
‘આ તમારૂં હશે…’
પ્રશાંતે પુસ્તકમાંથી ઊંચુ જોયું અને સ્વપ્નમાંથી જાગ્યો હોય તેમ એનો હાથ પકડી કહ્યું
‘બિન્દુ…’
‘તમારી ભૂલ થાય છે મહાશય હું બિન્દુ નહીં બિન્દિયા છું…’કહી એ આછું મલકી પ્રશાંતની બાજુમાં બેઠી
‘બિન્દુ…’
‘હા પ્રશાંત હુંજ તારી બિન્દુ…તારા વચને બંધાયેલી બિન્દિયા બનીને પાછી આવી…’ કહી તે પ્રશાંતને વળગી પડી.
બિન્દિયા સ્વરૂપે મળેલી બિન્દિયા સાથે પ્રશાંતના લગ્ન થયા.અઢળક ધનના માલિક પ્રશાંત ચતુર્વેદી ત્રણ વખત વિશ્વ ભ્રમણ કરી આવ્યા પછી પોતાના સ્વપ્ન મહેલ ‘હોમ સ્વીટ હોમ’માં ઠરી ઠામ થયો.એક બોર્ડ બસ સ્ટેશન પર,એક બોર્ડ રેલ્વે સ્ટેશન પર અને એક બોર્ડ એરપોર્ટ પર મુકાવ્યું કે, ‘નવ પરણિતોને ‘હોમ સ્વીટ હોમ’માં પધારવા ભાવ ભીનું આમંત્રણ છે.
વિશ્વ ભ્રમણ અને ભારત દર્શન દરમ્યાન જ્યાં જ્યાં લોકો કહેતા કે,અહીં મનવાંછિત ફળ મળે છે ત્યાં ત્યાં પ્રશાંત એક જ પ્રાર્થના કરી કે, પ્રશાંત તથા બિન્દિયા બંનેનું મૃત્યુ સાથે જ થાય…‘હોમ સ્વીટ હોમ’માં આવનાર દરેક નવ દંપતિને શેઠ સાહેબ હાજર હતા ત્યાં સુધી ૧૫ દિવસ મફત રહેવા,જમવા,હરવા ફરવાની છુટ હતી પણ હવે ટ્રષ્ટ્ના સંચાલન હેઠળ આવ્યા પછી નોમીનલ ચાર્જ લેવાય છે.
એક દિવસ આ છતરડી સામે જે ફૂલનો માંડવો છે તે નીચે મુકેલા ઝુલા ઉપર જ એકબીજાના આલિંગનમાં સમાયેલા બંને મૃત હાલતમાં મળી આવ્ય હતા.સવારના નવ વાગ્યા હતા.આઠ વાગે નાસ્તો લેવા ટેવાયેલા શેઠ-શેઠાણીને શોધતો સીતારામ જ્યારે ત્યાં આવ્યો ત્યારે બંને ઉપર માખીઓ મણમણતી હતી.ભારે હ્રદયે અગ્નિસંસ્કાર કરાવી તેમના અસ્થિકુંભ પર પ્રશાંતની ઇચ્છા અનુસાર એક જ લાઇનમાં સમાધીઓ ચણવામાં આવી.
એક દિવસ વાતવાતમાં પ્રશાંતે સીતારામને કહેલું કે,
‘બિન્દુ તો મને મુકી એકલી સ્વર્ગે સિધાવી પણ હું અને બિન્દિયા એક દિવસે એક સાથે અનંતયાત્રાએ જઇશું’(સંપુર્ણ)
Filed under: Stories |
Leave a Reply