સમાચાર

paper

    ચંદનગઢના સ્થાનિક સમાચાર પત્રમાં પહેલા પાને સમાચાર છપાયા હતા ‘શકિનાએ કરેલી આત્મ હત્યા”

            અમારા ખબર પત્રીના જણાવ્યા અનુસાર સ્થાનિક બાવનસા ઓલિયાની દરગાહના આંગણામાં આવેલ આંબલીના ઝાડ પર દરગાહ પરની ચાદરથી મરનારે આત્મહત્યા કરી હતી. દરગાહના મુજાવર ઇસ્માઇલ અલ નબીએ પહેલી વખત શકિનાની લાશ આંબલી પર લટકતી જોઇ હતી એટલે તેમણે એક જાગૃક નાગરિક તરિકે તરત પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પોલીસે લાશનો કબ્જો લઇ સ્થાનિક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી આપી હતી.વધુ પોલીસ તપાસ ચાલુ છે.

              આ સમાચાર વાયુવેગે આખા ચંદનગઢમાં ફરી વળ્યા અને ચોકે ને  ચૌટે એક જ ચર્ચાનો વિષય હતો

‘એવું તે શું થયું હશે કે શકિનાએ આવું પગલું ભર્યું..?’

‘રમજુ સાથે ઝગડો થયો હશે…?’

‘ના યાર રમજુ અને શકિના તો એક બીજાથી ખુશ હતા…નક્કી બીજું કંઇક હશે..’

‘કોની નજર લાગી ગઇ એ સુખી જોડલાને…?’

‘આ પોલીસે રમજુને શકના આધારે જેલમાં નાખી દીધો…’

‘કંઇ નહીં યાર પોલીસ કંઇક કારવાહી કરે છે તેનો દેખાડો કરવા બીજુ શું…’

‘હા કંઇક તો નાટક કરવું જોઇએ ને…?’

‘ત્યાં લોક-અપમાં રમજુને ગડ્દા પાટુ થઇ છે એવું ઓલો હવાલદાર દિલાવર કહેતો હતો…’

‘હા મારી મચડી ને કબુલ કરાવવાનું અને ફાઇલ બંધ…’

‘સાંભળ્યું છે શકિનાના મામુ જાન દુબઇથી આવવાના છે…’

‘આ જનાજો ક્યારે ઉપડશે….?’

‘ડોકટરો ચીર ફાડ કરીને મૈયત સોંપસે પછી..’

-૦-

           શકિનાના મામુજાન અબુબકર અને રાઘવજીએ સૌથી પહેલું કામ રમજુને જામીન પર છોડાવવાનું કર્યું અને પછી મોર્ગમાં પડેલી શકિનાની લાશને અવલ મઝલ પહોંચાડવાની પેરવી કરી.કબ્રસ્તાનમાં દફન વિધી માટે ખાડો ખોદાયો.શકિનાની લાશ ખાડામાં ઉતાર્યા બાદ કબ્રસ્તાનમાં આવ્યો ત્યારથી ગોઠણમાં માથુ ઘાલી સતત રડતા રમજુના હાથે પહેલી માટી નંખાવવા મહા મહેનતે અબુબકરે ઊભો કર્યો અને જનાજા સાથે આવેલા લોકોએ બાકીની વિધી પૂરી કરી.

         બીજા દિવસે જે આંબલીના ઝાડ પર લટકીને શકિનાએ આત્મ હત્યા કરેલી તેની આસપાસ અબુબકરે નજર કરી પણ કશા સઘડ ન મળ્યા તેથી માથું ધુણાવતા તેણે દરગાહમાંથી બહાર આવીને બહાર રાહ જોતા રાઘવજીને કહ્યું

‘ત્યાં કંઇ નથી…’

‘કંઇ હાથ પણ નહીં આવે…’દરગાહના ઓટલા પર સુતેલા મહમદે કહ્યું

‘મતલબ તને ખબર છે આ કેમ થયું…?’અબુબકરે પુછ્યું

‘હા….’

‘કેમ થયું….આ કોનું કામ છે….?’રાઘવજીએ પુછ્યું

‘નહીં કહું…..’માથું ધુણાવી મહમદે કહ્યું

‘નામ આપ આ કોનું કામ છે….?’અધિરાઇથી અબુબકરે પુછ્યું

‘નામ આપુ તો એ મને મારી નાખે….’કહી મહમદ દોડતા અલોપ થઇ ગયો તો અબુબકર અને રાઘવજી એક બીજા સામે જોવા લાગ્યા.

‘મને લાગે છે નક્કી આમાં કોઇ માથા ભારે અથવા તો મોટા માથાનું કામ છે…’અબુબકરે કહ્યું

‘અબુ તું ફિકર નહીં કર….આટલી ખબર પડી તો વધુ ખબર પણ પડશે..’રાઘવજીએ ધરપત આપતા કહ્યું.

         બે દિવસની રઝળપાટ પછી મહમદ બાબત જાણ થઇ કે,તેની સરસ દુકાન હતી અને અમીના સાથે એનો સુખી સંસાર ચાલતો હતો. દુકાન પણ સરસ ચાલતી હતી પણ એક દિવસ અમીના ગાયબ થઇ ગઇ ઘણી શોધ ખોળ પછી અમીનાની કટકા થયેલી લાશ રેલ્વેના પાટા ઉપરથી મળી આવી હતી.લાશ જોઇ મહમદ અર્ધા ગાંડા જેવો થઇ ગયો અને દારૂના રવાડે ચડી ગયો.દુકાન વેંચાઇ ગઇ પછી એ કબ્રસ્તાનમાં કાં બાવનસા ઓલિયાની દરગાહના ઓટલા પર સુતેલો મળતો.ગળુ સુકાય છે…કહી કોઇ ન કોઇ પાસેથી કરગરીને પૈસા લઇ દારૂ પીતો અને જ્યાં ત્યાં પડ્યો રહેતો હતો.

    ત્રીજા દિવસે ભાવરાવ કલાલ પાસે દારૂ પીવા માટે મહમદ રકજક કરતો હતો ત્યારે રાઘવજીએ તેને સમજવી પટાવીને પોતે જ્યાં ઉતર્યો હતો એ હોટલના રૂમ પર લઇ આવ્યો અને તેને વ્હિસ્કી પીવડાવી.ત્રણ પેગ પડ્યા પછી રાઘવજીએ તેને પુછ્યું

‘આ રમજુ સાથે બહુ ખોટું થયું નહી…?’

‘હા…કશૂરવારને પકડવાને બદલે એ બે કશૂરને પકડી રાખ્યો સાલા બધા મળેલા છે’

‘મતલબ પોલીસ સાથે કોણ મળેલું છે…?’(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: