અનંત યાત્રા (૩)

heaven

(ગતાંકથી શરૂ)                                                                                                                                                       પ્રશાંત ભારે પગલે ત્યાંથી વિદાય થયો.જુના ઘરની ચાવી તેની કી-ચેઇનમાં હતી તેથી ઘર ખોલ્યું.જ્યાં ત્યાં કરોળિયાના જાળા અને ધૂળના થર દરેક વસ્તુ પર જામેલા હતા, એ જોતો એ પહેલા માળે આવ્યો.સામેના ખુણામાં પડેલી કાળી પેટી ખેંચીને બારીમાંથી આવતા સૂર્ય પ્રકાશમાં તેણે બંસીધરે આપેલ ચાવી અને બતાવેલ વિધીથી પેટી ખોલી.પોતાના પિતાશ્રીના મોતીના દાણા જેવા અક્ષરો જોઇને પ્રશાંતની આંખેથી આંસુ ઉમટી પડયા.તેણે હસ્તપ્રતને આંખે લગાળી ચુમીને યથાવત મુકીને તાળુ માર્યું અને પેટી જ્યાંથી ઉપાડી હતી ત્યાં પાછી મુંકીને મુંબઇની ગાડી પકડી. મુંબઇના ઘરમાંથી જોઇતી ચીજ વસ્તુઓ ઉપાડી વષો જુનો નોકર સીતારામ અને પુજા માટે જોઇતા જુદા જુદા ફૂલો માટે ખાસ રાખેલ માળી રઘુનાથ સાથે પોતાના ગામ પાછો ફર્યો.ત્રણેય મળીને ઘરની સાફ સફાઇમાં લાગી ગયા સાંજ પડતા ઘર દીપી ઉઠયું.

Continue reading