સુરજ નારાયણ રથમાં ઘોડા સાત લઇને આવ્યા છે,
મન માણિગર રીઝવવાને સોગાત લઇને આવ્યા છે,
માનવ મહેરામણમાં છે ‘ધુફારી’એટલું એ જાણે છે
આ મનપાચમના મેળામાં સહુ જાત લઇને આવ્યા છે
૩૧-૧૨-૨૦૧૩
-૦-
જયાં ‘ધુફારી’ શબ્દ મળ્યા રચાઇ ગઇ,
સુર તણા સંગાથમાં જે ગવાઇ ગઇ;
સાંભળી મિત્રો કહે વાહ વાહ સદા,
આ ગઝલ અમથી નથી કહેવાઇ ગઇ.
૦૪-૦૧-૨૦૧૪
-૦-
પળો મીઠી બધી ભુલી ગયા છે માણસો,
અને કડવાશમાં રાચી રહ્યા છે માણસો;
‘ધુફારી’ને મળ્યા સૌ ચહેરે હાસ્ય લીપીને,
ભીતર સળગી રહ્યા છે આ નગરના માણસો.
૨૨-૧૨-૨૦૧૩
Filed under: Poem |
Leave a Reply