અનંત યાત્રા

heaven

        શિતળ વાયરા સાથે ઘુમરાતી ગુલાબી ઠંડી હતી.વાતાવરણ ખુશનુમા અને આહલાદક હતું. શિયાળાના મોસમને કારણે હોટલ તરફથી સર્વ થયેલી આદુવાળી ગરમ ચ્હાની ચુસકી લેતા મહિમે ચ્હા પુરી કરી અને સિગારેટ સળગાવી ત્યાંતો

ગુડ મોર્નિન્ગ સર…’કહેતો એમણે નક્કી કરેલ ગાઇડ આવી પ્‍હોંચ્યો

તૈયાર…?’ગરમાવા માટે હથેળીઓ ઘસતા તેણે ઉમેર્યું

બસ મેડમ આવે એટલે નિકળીયે..અરે..નયનાટાઇમ થઇ અયો..’મહિમે હોટલ તરફ જોઇ સાદ પાડ્યો.

ચાલો…’પોતાનો કોટ પહેરતા બહાર આવેલી નયનાએ કહ્યું

‘તો સાહેબ આપણે આજે આ હોટલ ‘હોમ સ્વીટ હોમ’ના પ્રાંગણથી જ શરૂઆત કરીએ’ કહી ગાઇડ આગળ ચાલ્યો તો મહિમ અને નયના તેની પાછળ ચાલ્યા.હોટલના વિશાળ ગોલ્ફ મેદાનને પાર કરી આરસમાંથી કંડારેલી નકશીદાર છતરડી પાસે બધા ઉભા રહ્યા ત્યાં છતરડીમાં ત્રણ સમાધી હતી.

‘આ ત્રણ સમાધી આ હોટલના સ્થાપક અને માલિકની છે પહેલી સમાધી બિન્દુ ચતુર્વેદીની વચ્ચે પ્રશાંત ચતુર્વેદીની અને છેલ્લે છે બિન્દિયા ચતુર્વેદીની છે’ગાઇડે કહ્યું

એટલે લાગે છે કે, માતા પિતા અને…..’

Continue reading