મેં લખી પહેલી ગઝલ દિલ વાંચતા હરખાય છે
જેમ દિલ માશુક મળતા પ્રેમથી હરખાય છે
સામયિક કો છાપશે ના છાપશે કોને ખબર?
કોક કોમળ દિલ મહીં એ ક્યાંક તો સચવાય છે
સુર તણાં વાઘા સજીને ક્યાંક તો ઊભી હશે;
કોક કોકિલ કંઠ ગાવા પ્રેમથી લલચાય છે
કોક પ્રેમી જન તણાં દિલ તરબતર એથી થશે;
પ્રેમનો સાગર નયનથી એ થકી છલકાય છે
આ ‘ધુફારી’ દિલ મહીં છે એટલી ધરપત હવે;
મેં લખેલી આ ગઝલ જો ક્યાંક તો વંચાય છે
૦૩-૦૩-૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply