મેં લખેલી આ ગઝલ જો ક્યાંક તો વંચાય છે
સાંભળીને લોક મોઢે વાહ નિકળી જાય છે;
સાજના સંગાથમાં જોયું ‘ધુફારી’ એટલું
આ ગઝલના શે’ર ત્યારે કંકુ વરણા થાય છે
૧૪-૧૨-૨૦૧૪
વાતનો કંઇ પણ ના વિવાદ કર,
પાછો ફરીને ના કશી ફરિયાદ કર;
ભુલવા જેવું છે ઘણું તે ભુલી કરી
યાદ કરવા જેવું તો તું યાદ કર
૩૦-૦૬-૨૦૧૪
મન બરકરાર હોવો જોઇએ
ભરોસો તલભાર હોવો જોઇએ;
કાગળ કલમ ઉપાડેથી શું થશે?
શબ્દનો સહકાર હોવો જોઇએ
૨૨-૦૮-૨૦૧૪
ના કશી ફરિયાદ કરવા માગું છું,
ના કશી તકરાર કરવા માગું છું;
બે પળ મારા કાજે જરા ફાળવો,
હું ફકત સંગાથ કરવા માગું છું
૩૦-૦૬-૨૦૧૪
Filed under: Poem |
Leave a Reply